OMG : છેક 2018માં લગ્ન કરશે હુમા, પણ કોની સાથે?
મુંબઈ, 23 જૂન : ગૅંગ્સ ઑફ વાસેપુર 2 દ્વારા ચર્ચામાં આવનાર અભિનેત્રી હુમા કુરૈશી 2018માં આપને ખુશખબર આપનાર છે. આ દાવો અમે નહીં, પણ એસ્ટ્રોલૉજર કરી રહ્યાં છે. પામ રીડરના જણાવ્યા મુજબ હુમા 2018માં લગ્નગ્રંથિથી જોડાશે. હુમા તાજેતરમાં ઇટાલી ગયા હતાં કે જ્યાં તેઓ એક એસ્ટ્રોલૉજરને મળ્યા હતાં. આ એસ્ટ્રોલૉજરે ભવિષ્યવાણી કરી છે કે હુમાના લગ્ન 2018માં થશે.
જરૂર વાંચો : ‘ચુમ્મો આપવો અંગ પ્રદર્શન નથી'
છેલ્લે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં દેખાયેલા હુમા કુરૈશીએ પોતે એસ્ટ્રોલૉચર સાથેની પોતાની તસવીર ઇંસ્ટાગ્રામ ઉપર શૅર કરી છે. હુમાએ આ ભવિષ્યવાણી અંગે ટ્વીટ પણ કર્યું છે કે જેમાં તેમણે લખ્યું- પિયાઝા નવોના પાસે એક પામ રીડર મળ્યો કે જેણે જણાવ્યું કે હું 21018માં લગ્ન કરનાર છું. મેં તેને કહ્યું - નો થૅંક્સ.
આ પણ વાંચો : હુમા-અનુરાગની Love-Story
આપને જણાવી દઇએ કે હુમાનું નામ દિગ્દર્શક અનુરાગ કશ્યપ તથા અભિનેતા શાહિદ કપૂર જેવી સેલિબ્રિટીઓ સાથે જોડાતુ રહ્યું છે. જોકે હુમાએ ક્યારેય પોતાના સંબંધો અંગે ખુલાસો કર્યો નથી. હુમા ટુંકમાં જ શ્રીરામ રાઘવન દિગ્દર્શિત બદલાપુર ફિલ્મમાં અભિનેતા વરુણ ધવન સાથે દેખાવાના છે. તેમાં તેમનું એક આયટમ સૉંગ પણ હશે.
ચાલો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

2018માં લગ્ન કરશે હુમા
હુમા કુરૈશી ક્યારે લગ્ન કરશે? આ પ્રશ્નનો જવાબ તેમના જ્યોતિષે આપી દીધો છે અને તે જવાબ છે 2018માં.

ભવિષ્યવાણી સાચી પડશે?
હુમા કુરૈશી તાજેતરમાં જ ઇટાલી ગયા હતાં કે જ્યાં તેમનો ભેટો એક હસ્તરેખા વિશેષજ્ઞ સાથે થઈ ગયો. હસ્તરેખા વિશેષજ્ઞે ભવિષ્ય ભાંખ્યું કે હુમા કુરૈશીના લગ્ન 2018માં થશે.

શાહિદ-અનુરાગ સાથે લિંક
હુમા કુરૈશીનું નામ બૉલીવુડમાં શાહિદ કપૂર અને અનુરાગ કશ્યપ સાથે જોડાતું આવ્યું છે, પરંતુ હુમાએ આ અંગે ક્યારેય કોઈ ખુલાસો કર્યો નથી.

અનુરાગ સાથે હુમા
હુમા કુરૈશીનું નામ હાલમાં પણ અનુરાગ કશ્યપ સાથે તો જોડાય જ છે અને કેટલાક ઇવેંટમાં બંને સાથે પણ દેખાય છે.

ખટરાગનું કારણ હુમા?
અનુરાગ કશ્યપ અને તેમના પત્ની કલ્કી કોચલીન હાલ જુદા રહે છે અને કહે છે કે અનુરાગ-કલ્કી વચ્ચેના ખટરાગ પાછળનું કારણ હુમા-અનુરાગ સંબંધો છે.

કલ્કી-હુમા
જોકે કલ્કી કોચલીન અને હુમા કુરૈશી વચ્ચે સુમેળભર્યા સંબંધો છે અને વિવિધ ઇવેંટ્સમાં બંને સાથે પણ દેખાતા રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
