Video/Pics : હું જુમ્મા ચુમ્માનો ફૅન, પણ કૉપી નથી જુમ્મે કી રાત...
મુંબઈ, 21 જૂન : સુપર સ્ટાર સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ કિકના ગીત જુમ્મે કી રાત... અને અમિતાભ બચ્ચનની ફિલ્મ હમના ગીત જુમ્મા ચુમ્મા દે દે... વચ્ચે કોઈ પણ જાતની સામ્યતા હોવાની વાત નકારી કાઢી છે.
સને 1991માં આવેલી ટીનૂ આનંદની ફિલ્મ હમનું ગીત જુમ્મા ચુમ્મા દે દે... ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું કે જે અમિતાભ બચ્ચન અને કિમી કાટકર ઉપર શૂટ કરવામાં આવ્યુ હતું. બીજી બાજુ જુમ્મે કી રાત... ગીત સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ ઉપર શૂટ કરાયું છે.
દરમિયાન ગઈકાલે જુમ્મે કી રાત... ગીતના લૉન્ચિંગ પ્રસંગે 48 વર્ષીય સલમાન ખાને કિક ફિલ્મના આ ગીતની જુમ્મા ચુમ્મા દે દે... સાથે સરખામણી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા અને જૅકલીન ફર્નાન્ડીઝની હાજરીમાં યોજાયેલ આ ઇવેંટમાં કિ ફિલ્મના સંગીતકાર હિમેશ રેશમિયા પણ સલમાનની વહારે આવ્યા હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ કે શું કહ્યું સલમાન અને હિમેશે ?

જાણતો હતો આ પ્રશ્ન પૂછાશે
સલમાને જણાવ્યું - હું જાણતો હતો કે જુમ્મે કી રાત... ગીત અંગે જુમ્મા ચુમ્મા દે દે... સાથે સામ્યતા વિશે સવાલ પૂછાશે.

જુમ્મા-ચુમ્મા...નો ફૅન
સલમાને જણાવ્યું હું જુમ્મા ચુમ્મા દે દે...નો બિગ ફૅન છું. જ્યારે આ ગીત ટીવી પર આવતો, ત્યારે હું આખુ ગીત જોતો.

પણ મારૂં ગીત જુદું
સલમાને કહ્યું - પરંતુ મારૂ ગીત જુદુ છે. મારા ગીતનું કોરિયોગ્રાફી અહમદ ખાને કર્યું છે. મારા માટે ડાન્સ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો.

જુમ્મે કી રાત...ની ટીમ
જુમ્મે કી રાત... ગીત કુમાર અને શબ્બીર અહમદે લખ્યું છે. હિમેશ રેશમિયાના સંગીત દિગ્દર્શનમાં મીકા સિંહ અને પલક મુંછાલે તેને સ્વર આપ્યાં છે.

માત્ર જુમ્મા કૉમન
હિમેશ રેશમિયાએ કહ્યું કે માત્ર જુમ્મા શબ્દ કૉમન છે, પણ ગીતની ટ્યૂન અલગ છે.

બીજા ગીતો પણ ટુંકમાં
સલમાને જણાવ્યું કે કિકના બીજા ગીતો પણ ટુંકમાં જ રિલીઝ કરવામાં આવશે.

માણો જુમ્મે કી રાત... ગીત
માણો જુમ્મે કી રાત... ગીત માણવા બસ કરી દો ક્લિક.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
