Bang Bang : માયકલ જૅક્સનની જેમ Dance કરશે હૃતિક રોશન
મુંબઈ, 17 સપ્ટેમ્બર : આજકાલ હૃતિક રોશનના રોમાંટિક અંદાજ અને ડાન્સિંગ સ્ટાઇલ વિશે વાતો થઈ રહી છે અને કારણ છે તેમની આવનાર ફિલ્મ બૅંગ બૅંગ કે જેમાં તેઓ એક્શન-રોમાંસનું પાત્ર ભજવી રહ્યા છે. કૅટરીના કૈફ સાથેની આ ફિલ્મમાં હૃતિક રોશન કિંગ ઑફ પૉપ માયકલ જૅક્સન પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરનાર છે.
મળતી માહિતી મુજબ બૅંગ બૅંગ ફિલ્મનું ટાઇટલ ટ્રૅક માયકલ જૅક્સનને સમર્પિત હશે. ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આ માહિતી આપી. ટાઇટલ સૉંગમાં હૃતિક રોશન માયકલ જૅક્સનના અંદાજમાં ડાન્સ કરતા નજરે પડશે.
હૃતિકે આ અંગે જણાવ્યું - આ મારો સૌભાગ્ય છે કે મને માયકલને ટ્રિબ્યુટ કરવાની તક મળી છે. હું બાળપણથી જ માયકલનો બહુ મોટો ફૅન રહ્યો છું. તેમનું ડાન્સિંગ, તેમના સ્ટેપ અને તેમની એનર્જી બધુ ટૉપ લેવલનું હતું. રિયલી હી ઇઝ ગ્રેટ આર્ટિસ્ટ.
આવો બૅંગ બૅંગની તસવીરો વડે હૃતિક રોશન પર એક નજર નાંખીએ :

માયકલની કૉપી
બૅંગ બૅંગમાં હૃતિક રોશન ડાન્સિંગ આઇકૉન માયકલ જૅક્સનની કૉપી કરતા નજરે પડશે.

માયકલને સમર્પિત
બૅંગ બૅંગનું ટાઇટલ ટ્રૅક માયકલ જૅક્સનને સમર્પિત છે કે જેના માટે હૃતિક ખૂબ પરસેવો પાડી રહ્યા છે.

હૃતિકનો સૌભાગ્ય
હૃતિક કહે છે કે આ તેમનો સૌભાગ્ય છે કે તેમને માયકલને ટ્રિબ્યુટ કરવાની તક મળી છે.

હૃતિક-કૅટ
બૅંગ બૅંગમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ લીડ રોલમાં છે.
2જી ઑક્ટોબરે રિલીઝ
એક્શન-રોમાંસથી ભરપૂર ફિલ્મ બૅંગ બૅંગ 2જી ઑક્ટબરે રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તામિળ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
