‘ક્રિશ’ હૃતિક રોશનનું ફેવરિટ કાર્ટૂન છે પોપાયા!
બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન પણ કાર્ટૂનને ઘણું પસંદ કરે છે. બાળકોના ફેવરિટ સુપર હીરો ક્રિશ એટલે કે હૃતિક રોશનનું ફેવરિટ કાર્ટૂન છે પોપાયા અને પોપાયાના કારણે જ રિતિકને પાલક ખાવું આટલું પસંદ છે. હૃતિક રોશને કહ્યું કે તેમને નાનપણથી પોપાયા કાર્ટૂન ઘણું જ પસંદ હતુ અને જ્યારે તે પોપાયાને પાલક ખાતો જોતો હતો તો તેને પણ પાલક ખાવાનો જોશ આવી ગયો અને તેમણે પણ પાલક ખાવાનું શરૂ કરી દીધું. હૃતિક રોશને જણાવ્યું કે, કાર્ટૂન્સનું દરેક વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ હોય છે. કાર્ટૂન્સથી બાળકો ઘણું બધુ શીખે છે, તેથી કાર્ટૂન્સ પણ હંમેશા કંઇકને કંઇક શીખ આપનારું હોવું જોઇએ. જેમ કે કિડ ક્રિશ છે તે ક્રિશનો કાર્ટૂન અવતાર છે.
હૃતિક રોશને કિડ ક્રિશ કાર્ટૂનનું ઉદ્ધાટન કરતી વખતે કહ્યું કે, કિડ ક્રિશ રિયલ ક્રિશ કરતા ઘણું સારું છે. તેમાં ઘણી શક્તિ છે અને તે પોતાને ઇચ્છે તે રીતે વાળી શકે છે, ઉડી શકે છે અને કંઇપણ કરી શકે છે, જ્યારે ક્રિશની કેટલીક લીમીટ છે, તે પોતાની લીમીટથી વધારે કંઇ કરી શકતો નથી. હૃતિક રોશને કહ્યું કે, કાર્ટૂન્સ બાળકોને ઘણું શીખવે છે અને સાથે જ તેની જિંદગીમાં ઘણું મહત્વ ધરાવે છે. કિડ ક્રિશને પણ આ વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. કિડ ક્રિશ બાળકોને બુરાઇ સામે અચ્છાઇની જીતની શીક્ષા આપશે અને સાથે જ જણાવશે કે બાળકોએ હંમેશા સત્યનો સાથ આપવો જોઇએ.
હૃતિક રોશને એમ પણ કહ્યું કે, તેમના જીવનમાં પણ કાર્ટૂન્સનો ઘણો પ્રભાવ રહ્યો છે અને તે હંમેશા જ કાર્ટૂન્સ જોઇને કઇ ને કઇ શીખતા રહે છે. હૃતિક રોશને જણાવ્યું કે, તે નાનપણમાં પોપાયા જોતા હતા ત્યારે તેમને પણ પાલક ખાવાનો શોખ જાગ્યો હતો અને તેણે પાલક ખાવાનું શરૂ કરી દીધું હતું. કિડ ક્રિશ 2 ઓક્ટોબરે કાર્ટૂન નેટવર્ક પર બપોરે 12 વાગ્યે ટેલીકાસ્ટ થશે.

હું પોપાયાનો ફેન છું
હૃતિક રોશને કહ્યું કે બાળપણથી જ પોપાયા તેમનું મનપસંદ કાર્ટૂન રહ્યું છે. રિતિકે એમ પણ કહ્યું કે, પોપાયાના કારણે જ તેમને પાલક ખાવાની આદત પડી. આ ઉપરાંત રિતિકે કહ્યું કે પોપાયા સિવાય પણ અન્ય ઘણા કાર્ટૂન તેને પસંદ હતા.

પાલકના કારણે છે આ મસલ્સ
હૃતિક રોશને કહ્યું કે પોપાયાના કારણે તેણે પાલક ખાવાનું શરૂ કર્યું અને પાલકના કારણે જ તેના આ મસલ્સ બન્યા છે. પાલક સ્વાસ્થ્ય બનાવે છે અને પાલકથી શક્તિ પણ મળે છે. પોપાયાએ તેને ઘણી સારી આદત આપી છે.

ટોમ એન્ડ જેરી અને સુપરમેન પણ પસંદ હતા
હૃતિકે કહ્યું કે તેને ટોમ એન્ડ જેરી કાર્ટૂન પણ ઘણું પસંદ હતું. આ ઉપરાંત સુપરમેન, બેટમેન જેવા સુપર હીરો પણ તેનને ઘણા જ પસંદ હતા. તેની શ્રેણી પણ તેને ઘણી જ પસંદ છે. હૃતિકે કહ્યું કે સુપર હીરો કોઇ પણ બની શકે છે, બસ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઇએ.

કિડ ક્રિશની કહાણી છે ઘણી મજેદાર
હૃતિકે જણાવ્યું કે, કિડ ક્રિશની કહાણી ઘણી જ મજેદાર છે. તેની કહાણીમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કિડ ક્રિશ પોતાની અંદરના પાવરને જાણે છે અને તેને બહાર કાઢે છે.

જાદૂ પણ છે કિડ ક્રિશમાં
હૃતિકે જણાવ્યું કે, કિડ ક્રિશમાં દર્શાવવામાં આવયું છે કે, ક્રિશ પોતાની શક્તિનો કેવી રીતે સાચી રીતે ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેમાં જાદૂ પણ છે, કિડ ક્રિશ ક્રિશ કરતા સારી છે, કારણ કે કિડ ક્રિશ ઘણી જ સારી રીતે બધું કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
