રિતિક રોશન - સૈફ અલી ખાન સ્ટારર વિક્રમ વેધાનુ ટિઝર રિલીઝ, 5 કલાકમાં 6 મિલિયનથી વધુ વ્યુઝ
વિજય સેતુપતિ અને આર. માધવનની ફિલ્મ 'વિક્રમ વેધા' 2017માં તમિલમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેની વાર્તા કહેવાની અનોખી શૈલી અને વિક્રમ-વેતાલની વાર્તાને આધુનિક વળાંક આપવાને કારણે ચર્ચામાં રહી હતી. ફિલ્મની યુએસપી તેનો વિક્રમ હતો
વિજય સેતુપતિ અને આર. માધવનની ફિલ્મ 'વિક્રમ વેધા' 2017માં તમિલમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેની વાર્તા કહેવાની અનોખી શૈલી અને વિક્રમ-વેતાલની વાર્તાને આધુનિક વળાંક આપવાને કારણે ચર્ચામાં રહી હતી. ફિલ્મની યુએસપી તેનો વિક્રમ હતો, પરંતુ ફિલ્મની જિંદગી વેધા એટલે કે વિજય સેતુપતિ બની ગઈ. 'વિક્રમ વેધા'નું નિર્દેશન પુષ્કર-ગાયત્રીએ કર્યું હતું. આ રીતે, વિજય સેતુપતિનું આ પાત્ર તેની કારકિર્દીમાં એક માઈલસ્ટોન બની ગયું હતુ.

એક્શનથી ભરપૂર
હવે આ 'વિક્રમ વેધા' હિન્દીમાં પણ આવી રહ્યું છે. આનું નિર્દેશન પણ ગાયત્રી-પુષ્કરે કર્યું છે. ફિલ્મમાં રિતિક રોશને વિજય સેતુપતિનું પાત્ર ભજવવા માટે લીડ લીધી છે અને તે વેધા બન્યા છે. જ્યારે સૈફ અલી ખાન પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે. 'વિક્રમ વેધા'નું ટીઝર એક્શનથી ભરપૂર દ્રશ્યો સાથે દર્શકો માટે સુખદ આશ્ચર્ય તરીકે ઉભરી આવ્યું છે. ફિલ્મનું 1 મિનિટ 46 સેકન્ડ લાંબુ વિઝ્યુઅલ ટીઝર 'વિક્રમ વેધા'ના વિશ્વમાં એક સંપૂર્ણ ટીઝર બનાવે છે. ટીઝર સિટીઓ વાગાડવા લાયક સંવાદો, વિશાળ પાયે એક્શન સિક્વન્સ અને ખૂબ જ આકર્ષક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ઇમોશમલ ડ્રામાથી ભરપૂર છે. એકંદરે, આ ટિઝર વચન આપે છે કે વિક્રમ વેધા એક સંપૂર્ણ મનોરંજન પેકેજ છે.

રિતિક - સૈફ એકસાથે દેખાશે
અભિનેતા ઋતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મના ટીઝરને લઈ પ્રેક્ષકો 30મી સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉમટી પડશે તેવા અઢળક પ્રતિસાદ અને પ્રશંસા સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ પર મળી છે. યુટ્યુબમાં વિક્રમ વેધાના ટીઝરને 5 કલાકમાં જ 6 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. 'વિક્રમ વેધા'ને ગુલશન કુમાર, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને જિયો સ્ટુડિયો અને YNOT સ્ટુડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે અને નિર્માતા ભૂષણ કુમાર અને એસ. શશીકાંત છે અને વિક્રમ વેધા 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વૈશ્વિક સ્તરે મોટા પડદા પર રજૂ થશે.
ખુંખાર ગેંગસ્ટરની કહાની
વિક્રમ વેધાની વાર્તા અનેક મરોડ અને વળાંકોથી ભરેલી છે, કારણ કે એક ખડતલ કોપ વિક્રમ (સૈફ અલી ખાન) એક ખૂંખાર ગેંગસ્ટર વેધા (રિતિક રોશન)ને ટ્રેક કરી તેનો પીછો કરવા નીકળે છે. જે સામે આવે છે તે છે બિલાડી અને ઉંદરની પકડા-પકડી, જ્યાં માસ્ટર વાર્તાકાર વેધા વાર્તાઓની એક શ્રૃંખલાના માધ્યમથી વિક્રમને પાછલી ઘટનાઓ પરથી પડદો હટાવવા માટે મદદ કરે છે, જે વિચાર-પ્રેરક નૈતિક અસ્પષ્ટતાઓ તરફ દોરી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
