સબા આઝાદ રેમ્પ વૉક વખતે ઝૂમવા લાગી, Video જોઈ યુઝર્સ બોલ્યા - બીજી રાનૂ મંડલ, પાક્કુ ડ્રગ્સ લઈને આવી છે
Saba Azad Viral Video: બૉલિવુડ એક્ટર ઋતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેની સીરિઝ 'હૂ ઈઝ યોર ગાયનેક' રિલીઝ થઈ હતી. હવે સબા આઝાદનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે રેમ્પ વૉક પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
હાલમાં જ સબા આઝાદે દિલ્હીમાં એક ફેશન શો દરમિયાન રેમ્પ વૉક કર્યું હતું. આ ઈવેન્ટમાં સબા આઝાદ ઉપરાંત કરિશ્મા કપૂર, કલ્કી કેકલાં સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ સબાએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

વાસ્તવમાં, સબાએ રેમ્પ વૉક દરમિયાન ડાન્સ મૂવ્સ કર્યા હતા જે કેટલાક લોકોને પસંદ આવ્યા હતા જ્યારે કેટલાક લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી. સબા આઝાદ તેના ડાન્સને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. લોકો તેના ડાન્સ મૂવ્સની મજાક ઉડાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'એવું લાગે છે કે તે ડ્રગ્સ લઈને આવી છે'. એકે લખ્યું, 'બીજી રાનુ મંડલ તૈયાર થઈ ગઈ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'આ આન્ટીને સ્ટ્રોક આવ્યો હોય તેવું લાગે છે.' લોકો આવી કમેન્ટ કરીને સબા આઝાદને ટ્રોલ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સબા આઝાદને આ રીતે ટ્રોલ કરવામાં આવી હોય. તે અવારનવાર ઋતિક રોશન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. ઉંમરના અંતરને કારણે લોકો બંનેની ખૂબ ટીકા કરે છે. જો કે આનાથી કપલને કોઈ ફરક પડતો નથી. સબા આઝાદના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે.
સબા આઝાદે ફિલ્મ દિલ કબડ્ડીથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં જ તે સીરિઝ 'હૂ ઈઝ યોર ગાયનેક'માં જોવા મળી હતી. ઋતિક રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે તેની આગામી ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. આ અભિનેતાની ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રિતિક સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
