ફાલ્ગુની પાઠક સાથે ઋતિક રોશનના ડાંસ સ્ટેપ સોશિયલ મીડિયા પર વાયરલ, વીડિયો જોઈ ક્રેઝી બન્યા ફેન્સ
હાલમાં નવરાત્રિના સમયમાં ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફાલ્ગુની પાઠક સાથે ડાંસ કરતો જોવા મળી રહ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા ઋતિક રોશનના ડાંસના સહુ કોઈ કાયલ છે. તે હંમેશા પોતાના ડાંસથી ફેન્સનુ દિલ જીતી લે છે. હાલમાં નવરાત્રિના સમયમાં ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફાલ્ગુની પાઠક સાથે ડાંસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ક્રેઝી બની ગયા છે. તમને જણાવી દઈએ કે ઋતિક રોશન હાલમાં પોતાની ફિલ્મ વિક્રમ વેધાનુ પ્રમોશન કરવામાં બિઝી છે. જે 30 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ માટે માતાજીના આશીર્વાદ લેવા માટે ઋતિક રોશન માના દરબાર પહોંચ્યા. જ્યાં તેમણે ફાલ્ગુની પાઠક સાથે જોરદાર ડાંસ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ફાલ્ગુની પાઠકે શેર કર્યો વીડિયો
ફાલ્ગુની પાઠકે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં ફાલ્ગુની ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે. વળી, ઋતિક રોશન વ્હાઈટ કલરના શર્ટ અને બ્લ્યુ કલરના જીન્સમાં જોવા મળે છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે બ્લેક કલરની કેપ પહેરી છે. આ સાથે જ તેણે પોતાના સ્ટાઈલિશ ચશ્મા પહેર્યા છે.

ઋતિકના ડાંસ સ્ટેપના દીવાના થયા ફેન્સ
વીડિયોમાં જોઈ શકાય છે કે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ઋતિક રોશનન ગરબાના સ્ટેપ શીખવાડી રહી છે. જો કે, ઋતિક ગરબા કરી શકતો નથી. ત્યારબાદ ઋતિક પોતાના જૂના અંદાજમાં જોવા મળે છે અને 'એક પલ કા જીના' ગીતમાં પોતાના જૂના સ્ટેપ કરે છે. જેનો જોઈને ફાલ્ગુની પણ તેમના રંગે રંગાઈ જાય છે. આ વીડિયોની ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ખાસ કરીને ઋતિક રોશનના આ ખાસ સ્ટેપ પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ - ફાલ્ગુની ઋતિક કરતા સારો ડાંસ કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યુ - ઋતિક મારા સૌથી ફેવરિટ છે.

ફાલ્ગુની પાઠક અને નેહા કક્કડ વચ્ચે થયો વિવાદ
હાલમાં જ ફાલ્ગુની પાઠક અને નેહા કક્કડ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં નેહા કક્કડ દ્વારા ગાવામાં આવેલા 90ના દશકના હિટ ગીત મેને પાયલ હે છનકાઈના રીમિક્સ ગીત પર ફાલ્ગુનીએ દિલ્લી ટાઈમ્સને જણાવ્યુ હતુ કે, 'મને ત્રણ-ચાર દિવસ પહેલા રીમિક્સ કરેલા ગીત વિશે જાણવા મળ્યુ. પહેલી પ્રતિક્રિયા સારી નહોતી. મને બસ ઉલટી આવવાની બાકી હતી.'

ઋતિક રોશનનુ વર્કફ્રંટ
ઋતિક રોશનના વર્કફ્રંટની વાત કરીએ તો તેની ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એ વેધા નામના ગેંગસ્ટરની ભૂમિલા નિભાવી રહ્યો છે. વળી, સૈફ અલી ખાન એક પોલીસ તરીકે વિક્રમની ભૂમિકામાં છે. હાલમાં ફિલ્મને ફેન્સ તરફથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હવે જોવાનુ રહેશે કે ફિલ્મને બૉક્સ ઑફિસ પર કેવો પ્રતિસાદ મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
