Birthday Special : હૃતિક માટે સૌથી ક્રિટિકલ રહ્યું 2013
મુંબઈ, 10 જાન્યુઆરી : વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે બૉલીવુડમાં એક સુપરસ્ટારની એન્ટ્રી થઈ અને તે એન્ટ્રી હતી રાકેશ રોશનના પુત્ર હૃતિક રોશનની. પોતાના સિક્સ પૅક તેમજ ચાર્મિંગ પર્સનાલિટી દ્વારા હૃતિકે યંગસ્ટર્સને ખાસ તો યુવતીઓને પોતાનું ઘેલુ લગાડી દીધું. હૃતિકની પ્રથમ ફિલ્મ કહો ના પ્યારે બૉક્સ ઑફિસે ઉત્તમ દેખાવ કર્યો અને આ સાથે જ હૃતિકને બૉલીવુડના સુપરસ્ટાર્સ વચ્ચે લાવી મૂક્યો.
ખૂબ ઓછા એવા સ્ટારસન્સ હોય છે કે જેમને પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે હિટ સ્ટારની લિસ્ટમાં જોડાવાની તક મળે છે. હૃતિક રોશન તેવા ઓછા સ્ટારસન્સમાંના એક હતાં. હૃતિક રોશનનો આજે 40મો જન્મ દિવસ છે અને પોતાના આ જન્મ દિવસે તેઓ કોઈ પણ પ્રકારની પાર્ટી કે ઉજવણી નથી કરી રહ્યાં, કારણ કે આ જન્મ દિવસે તેમની સાથે તેમના પત્ની અને બાળપણના મિત્ર સુઝાન નથી. હૃતિક રોશન માટે આજનો જન્મ દિવસ એટલો ખાસ નથી કે જેટલો ગત વર્ષે હતો.
જન્મ દિવસ હોવા છતા હૃતિક રોશને મીડિયા સાથે અંતર જાળવી રાખ્યો છે કે જેથી તેમને કોઈ તેમના અંગત જીવન અંગે કોઈ પ્રશ્ન ન કરી શકે. હૃતિક રોશન અને સુઝાન રોશન માટે વર્ષ 2013 ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલુ રહ્યું. વર્ષનો આરંભ જ આરંભ જ હૃતિકની બ્રેન સર્જરી જેવા વિઘ્ન સાથે થયો અને વર્ષાંતે હૃતિક-સુઝાનની જોડી તુટી ગઈ કે જે બૉલીવુડની આદર્શ જોડી ગણાતી હતી.
હૃતિક રોશન માટે વર્ષ 2013 ખૂબ જ સંકટો વાળુ રહ્યું. માત્ર રિલેશનશિપ અંગે જ નહીં, પણ તેમના બાળકો અને તેમના પોતાના આરોગ્ય અંગે પણ આ વર્ષે હેરાન કર્યું. જોકે વર્ષ 2013 હૃતિક રોશન માટે માત્ર ક્રિશ 3ની સફળતા ધરાવવા માટે યાદગાર રહેશે. તમામ ઝંઝાવાતો વચ્ચે હૃતિકની ફિલ્મ ક્રિશ 3 સુપરહિટ રહી.દર વર્ષે મીડિયા સાથે પોતાના જન્મ દિવસે મળી સેલિબ્રેટ કરનાર હૃતિક રોશન આ વર્ષે પોતાનો જન્મ દિવસ ખૂબ જ સાદગી અને શાંતિપૂર્વક ઉજવી રહ્યાં છે.

હૃતિકને માથે ઈજા
હૃતિક રોશનને વર્ષ 2013માં બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામા ઈજા થઈ હતી. જોકે પછીથી કહેવામાં આવ્યું કે આ ઈજા તેમને અગાઉ થી હતી, પણ ઈજાએ તેમને આ ઈજા હેરાન કરવા લાગી અને તેઓ સતત દુખાવો અનુભવતા રહ્યાં.

બ્રેન સર્જરી
ઘણા સમય સુધી દુખાવો સહ્યા બાદ અંતે હૃતિકે મુંબઈમાં પોતાની બ્રેન સર્જરી કરાવી. આ મુશ્કેલ ક્ષણમાં તેમના પત્ની સુઝાને ખડેપગે સાથ આપ્યો.

શૂટિંગ થંભ્યું
હૃતિકની બ્રેન સર્જરીના પગલે તેમની બે ફિલ્મો ક્રિશ 3 તથા બૅંગ બૅંગનું શૂટિંગ અટકી પડ્યું. તેથી નિર્માતાઓને નુકસાન થયું.

પુત્ર અસ્વસ્થ
હૃતિકના પુત્રની પણ તબિયત વર્ષાંતે ખરાબ થઈ ગઈ. હૃતિકનો દીકરો પણ હૉસ્પિટલમાં થોડાક દિવસ માટે એડમિટ રહ્યો. ક્રિશ 3ના પ્રમોશન દરમિયાન પણ હૃતિકને પુત્રની માંદગી નડી.

હૃતિક-સુઝાનના છુટાછેડા
વર્ષાંતે હૃતિકના જીવનની સૌથી મુશ્કેલ ક્ષણ આવી કે જ્યારે હૃતિક અને સુઝાન વચ્ચે છુટાછેડા થઈ ગયાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
