Photos: 2 બાળકોની માતા હોવા છતાં, આજે પણ છે હોટેસ્ટ એક્ટ્રેસ!
બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસિસમાં આજે પણ મલાઇકાનું નામ ટોપ 10 લિસ્ટમાં આવે છે. તેના 8 હોટ અને રેર ફોટોઝ જુઓ અહીં..
બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસિસમાં આજે પણ મલાઇકા અરોરાનું નામ ટોપ 10 લિસ્ટમાં આવે છે. મેરેજ અને બાળકો આવ્યા પછી પણ તેણે પોતાની જાતને ખૂબ સારી મેઇન્ટેન કરી છે. મલાઇકાએ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ સે' ના સોંગ 'છૈંયા છૈંયા' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. આજે આટલા વર્ષો પછી પણ તે એવી જ દેખાય છે, જેવી ત્યારે દેખાતી હતી. મલાઇકાના 8 હોટેસ્ટ ફોટોઝ અને ગપશપ માટે આગળ વાંચો.

અરબાઝ ખાન-મલાઇકા અરોરા
એ તો સૌને જ ખબર છે કે, લાંબા ગાળાના લગ્નજીવન બાદ અરબાઝ અને મલાઇકાએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ લઇ લીધાં છે, બંન્નેએ પોતાના બાળકોના ઉછેરને ધ્યાનમાં રાખતાં મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યાં છે અને ઘણીવાર પબ્લિક પ્લેસ પર સાથે જોવા મળે છે.

'ખાન' સામે વાંધો
થોડા સમય પહેલાં જ મલાઇકા વડોદરાની એક ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે પહોંચી હતી, જ્યાં તેના નામના ટેગ પર લખ્યું હતું, મલાઇકા અરોરા ખાન. મલાઇકાને આ વાત પસંદ ન પડી, તેણે તાત્કાલિક નામના ટેગ પરથી 'ખાન' કાઢવા વિનંતી કરી. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ગયા હોવાથી તેણે આ નામ સામે વાંધો ઉઠાવ્યો હતો.

અરબાઝ અને સૌનલ ચૌહાણ
તેના થોડા દિવસ બાદ જ એક્ટ્રેસ સોનલ ચૌહાણની બર્થ ડે પાર્ટીમાં અરબાઝ ખાન જોવા મળ્યા હતા. કહેવાય છે કે, અરબાઝે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ પ્રેમ સાથે સોનલને બર્થ ડે વિશ કર્યું હતું, પાર્ટીમાં પણ તે આખો વખત સોનલ ચૌહાણની આજુ-બાજુ જોવા મળ્યા હતા. આને કારણે સોનલ અને અરબાઝ વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની વાતો પણ ઉડતી થઇ હતી.

મલાઇકા અને અર્જૂન કપૂર
ગત વર્ષે જ્યારે અરબાઝ અને મલાઇકાના ડિવોર્સની ખબરો સામે આવી ત્યારે અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચે અફેર હોવાની વાતો વહેતી થઇ હતી. કહેવાઇ રહ્યું હતું કે, અર્જૂન અને મલાઇકા વધુ પડતા નજીક આવી ગયા હોવાને કારણે અરબાઝ અને મલાઇકાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. જો કે, આ વાતો જલ્દી જ દબાવી દેવામાં આવી હતી.

અરબાઝના અનસક્સેસફુલ કરિયરથી નારાજ?
મલાઇકા અને અરબાઝના ડિવોર્સ પાછળનું સાચું કારણ હજુ સુધી કોઇ નથી જાણી શક્યું. પરંતુ જુદા-જુદી અફવાઓ સતત સામે આવતી રહે છે. એક જાણીતી વેબસાઇટ અનુસાર મલાઇકા અરબાઝના અનસક્સેસફુલ કરિયરથી અપસેટ હતી અને આ કારણે વાત ડિવોર્સ સુધી પહોંચી છે. જો કે, અરબાઝ અને મલાઇકાએ ક્યારેય આ અંગે કોઇ ખુલાસો નથી કર્યો કે, તેમના ડિવોર્સ કેમ થયા!

હેંગઆઉટ બડી...
લાંબો સમય સુધી ચુપ્પી સાધ્યા બાદ આખરે મલાઇકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અરબાઝ આજે પણ મારા માટે પરિવાર સમાન છે. ટ્રાવેલ અને ફૂડમાં અમારી પસંદ એક સરખી છે, મારા માટે એ મારો હેંગઆઉટ બડી છે...

બંન્ને આજે પણ મિત્રો છે..
મલાઇકા અને અરબાઝ ડિવોર્સ પછી પણ એકબીજાના મિત્રો છે, બંન્ને અનેકવાર હોલિડે પર અને પબ્લિક પ્લેસ પર સાથે જોવા મળે છે. કરણ જોહર, સુઝાન ખાન, કરીના કપૂર અને કરિશ્મા કપૂર મલાઇકાના ખાસ મિત્રો છે.

ડાન્સ નંબર્સ
મલાઇકા બોલિવૂડમાં મોટે-ભાગે આઇટમ સોંગમાં કે સ્પેશિયલ એપિરિયન્સમાં જ જોવા મળી છે. થોડા સમય પહેલાં તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ફિલ્મો પ્રત્યે મને આ એક જ અટ્રેક્શન છે, ડાન્સ નંબર્સ. મને ક્યારેય ફિલ્મની હીરોઇન બનવાની ઇચ્છા નહોતી, મેં ક્યારેય મારી જાતને એ રીતે ઇમેજીન નથી કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
