જુઓ તસવીરો : વીતેલા જમાનાની નશીલી અભિનેત્રીઓ
મુંબઈ, 8 માર્ચ : બૉલીવુડમાં આજનો દોર એવો છે કે જ્યાં અભિનેત્રીઓ પોતાના હુશ્નને પ્રદર્શિત કરવાની કોઈ તક નથી ચૂકતી. બિકિની, મિની સ્કર્ટ, શૉર્ટ્સ તથા કટ-આઉટફિટમાં આજકાલની અભિનેત્રીઓ પોતાને તેટલું જ કમ્ફર્ટેબલ અનુભવે છે કે જેટલું જૂના જમાનાની અભિનેત્રીઓ સાડીમાં અનુભવતી હતી, પરંતુ એવું નથી કે બિકિની અને સેક્સી દાખવવાની પ્રથા આજની જ છે.
બિપાશા બાસુ, સન્ની લિયોન તથા પૂનમ પાન્ડે અગાઉ પણ વીતેલા જમાનામાં એવી અભિનેત્રીઓ હતી કે જેઓ જ્યારે રજતપટે આવી જાય, તો પડદા ઉપર આગ લાગી જાતી હતી. તેમને જોવા લોકો એટલા આતુર રહેતાં કે થિયેટરોની બહાર ટિકિટ બારી ઉપર લાઇનો લાગી જતી. રેખા, ઝીનત અમાન, શર્મિલા ટાગોર, સારિકા અને ડિમ્પલ કાપડિયા જેવી અનેક અભિનેત્રીઓ સાડીમાં પણ એટલી સેક્સી અને હૉટ દેખાતી કે લોકો પલક ઝપકાવવાનું ચૂકી જતાં.
બિકિની જે જે આજની અભિનેત્રીઓ માટે સામાન્ય બાબત છે, તે વીતેલા જમાનામાં પણ અભિનેત્રીઓની દેહનું સૌંદર્ય વધારતી હતી. ઝીનત અને શર્મિલા જેવી અભિનેત્રીઓએ બિકિની પહેરી સિલ્વર સ્ક્રીન ઉપર ધૂમ મચાવી હતી. જે સેક્સી અને હૉટ ટૅગ આજની અભિનેત્રીઓ સાથે લાગે છે, તે જૂની હીરોઇનો સાથે પણ લગાવી શકાય છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ જૂના જમાનાની નશીલી અભિનેત્રીઓ.

ડિમ્પલ કાપડિયા
બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના પત્ની તથા ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાના માતા ડિમ્પલ કાપડિયા પોતાના જમાનાના સૌથી હૉટ અભિનેત્રી હતાં. તેમની કારકિર્દીની શરુઆત જ બોલ્ડ ફિલ્મ બૉબી દ્વારા થઈ હતી.

ડિમ્પલ કાપડિયા
બિકિનીમાં ડિમ્પલ કાપડિયાને જોઈ આપ ચોંકી જ ઉઠશો.

હેલન
બૉલીવુડમાં પોતાના હૉટ આયટમ નંબર્સ તથા પોતાના વૅમ્પ લુકના કારણે પ્રસિદ્ધિ પામનાર હેલનનો આ બોલ્ડ રૂપ સાચે જ કાતિલ છે. હેલન એક ખૂબ જ સુંદર અભિનેત્રી હતાં.

મધુબાલા
બૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામેલ મધુબાલાએ પોતાની ફિલ્મોમાં અનેક વખત એવા કપડાં પહેર્યાં કે જેમાં તેમનું સૌંદર્ય સ્પષ્ટ ઉપસી આવ્યું.

મંદાકિની
રામ તેરી ગંગા મૈલી ફિલ્મ દ્વારા ડેબ્યુ કરનાર મંદાકિની આ એક જ ફિલ્મમાં એટલાં બોલ્ડ રીતે રજૂ કરાયાં કે તેઓ રાતોરાત હિટ થઈ ગયાં. જોકે પછી આ અભિનેત્રી પડદા ઉપરથી ગાયબ થઈ ગયાં.

નરગિસ
આવારા ફિલ્મમાં રાજ કપૂર અને નરગિસની લવ કેમેસ્ટ્રી તો સૌને યાદ જ હશે.

રાખી
રાખી એમ તો ખૂબ જ મૅચ્યોર અભિનેત્રી ગણાય છે, પરંતુ શરુઆતના કૅરિયર દરમિયાન તેમણે પણ હૉટ સીન્સ આપ્યા હતાં.

રેખા
ઉત્સવ જેવી બોલ્ડ ફિલ્મમાં કામ કરનાર રેખા અંગે તો શું કહેવું.

સારિકા
ગીત ગાતા ચલ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સારિકાએ અનેક વાર બિકિની અને બોલ્ડ ડ્રેસ પહેરી પોતાનો સફળ અભિનેત્રીઓમાં સમાવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. કલમ હસન સાથે લગ્ન બાદ સારિકાએ ફિલ્મોને અલવિદા કહી નાંખી.

શર્મિલા ટાગોર
પટૌડી ખાનદાનના વહુ, સૈફ અલી ખાનના માતા તથા કરીના કપૂરના સાસુ શર્મિલા ટાગોરે અનેક ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યો આપ્યાં છે અને એવા જ કૅરેક્ટર પણ ભજવ્યાં છે.

શર્મિલા ટાગોર
શર્મિલાએ પોતાની શર્મિલી ફિલ્મમાં કેટલાંક બોલ્ડ ડ્રેસ પહેર્યા હતાં. તેમણે બિકિની પહેરી પણ લોકો ઉપર પોતાના હુશ્નનો જાદૂ પાથર્યો હતો.

તનુજા
કાજોલના માતા અને અજય દેવગણના સાસુ તનુજા પણ જૂના જમાનાના બોલ્ડ અભિનેત્રીઓમાંના એક છે.

ઝીનત અમાન
ઝીનત અમાનની બોલ્ડનેસનું તો શું કહેવું કે જેઓ હવે 60ની વયે પણ બીજાં લગ્નનું વચારી રહ્યાં છે. તેમના જમાનામાં તેમની બરાબરી કરવી કોઈના વશની વાત નહોતી.

ઝીનત અમાન
ઝીનત અમાન બોલ્ડ હોવાની સાથે ટૅલેંટેડ પણ હતાં.

ઝીનત અમાન
ઝીનતે હરે રામ હરે કૃષ્ણ તથા સત્યમ શિવમ સુંદરમ ફિલ્મોમાં ઘણાં બોલ્ડ કપડાં પહેર્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
