હની સિંહને થઈ હતી આ ગંભીર બિમારી, યાદ કરીને છલકાઈ પીડા, કહ્યુ - હું મરવાની દુઆ માગતો હતો
હની સિંહે તેમના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમા તેમની ગંભીર બિમારી વિશે એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળીને સહુ કોઈ ચોંંકી ગયા.
Honey Singh Bipolar Disorder: જાણીતા રેપર અને સિંગર યો યો હની સિંહે પોતાના કરિયરમા ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. હની સિંહ અમુક ગીતોના કારણે વિવાદોમા પણ ઘેરાયા હતા. જો કે, હની સિંહે તેના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમા તેની ગંભીર બિમારી વિશે એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળીને સહુ કોઈ ચોંકી ગયા.

હની સિંહને થઈ હતી આ ગભીર બિમારી
હની સિંહે છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી રાખ્યુ હતુ. પરંતુ જ્યારથી તેણે પુનરાગમન કર્યુ છે ત્યારથી તે ટોક ઑ ધ ટાઉન છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો તેના હાલમાં છૂટાછેડા થયા હતા. સિંગરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે ઇન્ડસ્ટ્રીથી દૂર હતો તે દરમિયાન તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા.

લાબા સમય પછી છલકાઈ પીડા
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં હની સિંહે જણાવ્યુ હતુ કે એક સમય હતો જ્યારે તે મોત માટે પ્રાર્થના કરતો હતો. તેનો મૂડ સ્વિંગ થતો હતો અને તે સમજી શકતો ન હતો કે તેની સાથે શું થઈ રહ્યુ છે. તેણે કહ્યુ કે આ બધુ તેના માનસિક સ્વાસ્થ્યને કારણે થયુ છે અને આ બધુ સહન કરવુ ખૂબ જ જોખમી હતુ.

દિવસ-રાત કરતો મરવાની પ્રાર્થના
હની સિંહે કહ્યુ, 'માનસિક સ્વાસ્થ્યની ઘણા વેરિએશન્સ હોય છે. એક્ઝાઈટી ડિસઑર્ડર કંઈ નથી, તે એક સામાન્ય શરદી જેવુ છે. મને માનસિક સ્વાસ્થ્યનો કોવિડ થયો હતો, જેને સાયકોટિક સિમ્પટમ અને બાયપોલર ડિસઓર્ડર કહેવાય છે. આ ખૂબ જ ખતરનાક બાબત છે અને આ બીમારી કોઈને પણ થઈ શકે છે. હું તે સમયે પાગલ થઈ ચૂક્યો હતો. હું કામ અને દારૂમાં એટલો ડૂબી ગયો હતો કે હું ધૂમ્રપાન કરતો રહેતો હતો. એ વસ્તુઓ મારા મનમાં એટલી હદે હાવી થઈ ગઈ હતી કે મને ઊંઘ નહોતી આવતી અને હું દિવસ-રાત માત્ર મૃત્યુની પ્રાર્થના કરતો.

ડૉક્ટરો પાસે ચાલી રહ્યો છે ઈલાજ
હની સિંહે આગળ કહ્યુ, 'મને આ બીમારીને સમજવામાં ત્રણ વર્ષ લાગ્યા. તે સમયે મે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો. અત્યારે પણ એક ડૉક્ટર મારી એક વર્ષથી સારવાર કરી રહ્યા છે અને તેમના કારણે હું પહેલા કરતા ઘણો સાજો થઈ શક્યો છુ. હવે હું ઠીક છુ અને મને કોઈ પ્રકારની સમસ્યા નથી.

મેન્ટલ હેલ્થ પર લોકોને આપી આ સલાહ
હની સિંહે માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને સલાહ આપી અને કહ્યુ કે ચિંતા જેવી કોઈ વસ્તુ નથી. જો તમે માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યા હોય તો તમારે તમારા નજીકના મિત્ર અને તમારા માતાપિતાને તેના વિશે જણાવવુ જોઈએ. એ તમારી સમસ્યા ઉકેલી શકે છે. હની સિંહનુ કહેવુ છે કે ડોક્ટરોની દવાઓ અને કાઉન્સેલિંગને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
