હિંદી પર હોબાળોઃ અજયે કહ્યુ - હિંદી હંમેશા રાષ્ટ્રભાષા રહેશે, કિચ્ચા સુદીપે પૂછ્યુ - શું અમે ભારતીય નથી?
સાઉથ ફિલ્મોના વધતા દબદબા વચ્ચે બૉલિવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ અભિનેતાઓ વચ્ચે ભાષાને લઈને વિવાદ થઈ ગયો છે.
નવી દિલ્લીઃ સાઉથ ફિલ્મોના વધતા દબદબા વચ્ચે બૉલિવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ અભિનેતાઓ વચ્ચે ભાષાને લઈને વિવાદ થઈ ગયો છે. હાલમાં જ સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે હિંદી અમારી રાષ્ટ્રભાષા નથી. અજય દેવગણે તેમની આ વાત પર તેમને જવાબ આપ્યો છે. અજય દેવગણે ટ્વિટ કરીને કહ્યુ કે મારા ભાઈ, તમારા અનુસાર જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મોને હિંદીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિંદી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા રહેશે...જન ગણ મન.

સુદીપે પોતાના નિવેદન પર આપી સફાઈ
ત્યારબાદ કિચ્ચા સુદીપે સફાઈ આપીને લખ્યુ કે તેમની વાતને ખોટી રીતે લેવામાં આવી છે. તેમના કહેવાનનો અર્થ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈ વિવાદને પ્રોત્સાહન આપવાનો નહોતો. તેમણે કહ્યુ - હું આવુ કેમ કરુ સર. કિચ્ચાએ પોતાના બીજા ટ્વિટમાં લખ્યુ કે હું પોતાના દેશની દરેક ભાષાનુ પ્રેમ અને સમ્માન કરુ છુ સર. હું ઈચ્છુ છુ કે આ વિષય ખતમ કરીએ મે સંપૂર્ણપણે અલગ સંદર્ભમાં પંક્તિઓને કહી હતી. મચ લવ અને તમને હંમેશા શુભકામનાઓ. તમને જલ્દી મળવાની આશા છે.
|
ખોટી ધારણા દૂર કરવા માટે અજય દેવગણે કહ્યુ આભાર
ત્યારબાદ અજય દેવગણે પણ ટ્વિટ કરીને કહ્યુ કે, ખોટી ધારણા દૂર કરવા માટે આભાર, તમે મારા દોસ્ત છો. મે હંમેશા આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક જ માની છે. હું બધી ભાષાઓનુ સમ્માન કરુ છુ. કદાચ ટ્રાન્સલેશનમાં કંઈક છૂટી ગયુ. ત્યારબાદ કિચ્ચા સુદીપે ફરીથી ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, સર તમે જે હિંદીમાં લખ્યુ તે મે સમજ્યુ, અમે હિંદીને પ્રેમ કર્યો, સમ્માન કર્યુ અને શીખી. કોઈ ગુનો નથી સર, પરંતુ જો મારી પ્રતિક્રિયા કન્નડમાં ટાઈપ કરવામાં આવી હોત તો શું સ્થિતિ હોત. શું અમે ભારતના નથી સર?
|
કિચ્ચાએ અજય દેવગણ પર કર્યો કટાક્ષ
ત્યારબાદ ફરીથી કિચ્ચા સુદીપે ટ્વિટ કર્યુ અને કહ્યુ કે સર અનુવાદ અને વ્યાખ્યાઓ દ્રષ્ટિકોણ હોય છે. સમગ્ર મામલાને જાણ્યા વિના રિએક્ટ કરવુ, એ મહત્વ ધરાવે છે. હું તમને દોષ નથી આપતો પરંતુ જો કોઈ ક્રિએટિવ કારણથી મને તમારુ ટ્વિટ મળતુ તો વધુ ખુશી થાત. વાસ્તવમાં કિચ્ચા સુદીપે કહ્યુ હતુ કે પેન ઈંડિયા ફિલ્મો કન્નડમાં બની રહી છે અને હું આના પર એક કરેક્શન કરવા માંગીશ. આ દરમિયાન તે બોલી ગયા હતા - હિંદી હવે નેશનલ લેંગ્વેજ નથી રહી ગઈ, આજે બૉલિવુડમાં પેન ઈંડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે, તે તેલુગુ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવી રહ્યા છે પરંતુ ત્યારબાદ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
