ડર્ટી કરતાં બિલ્કુલ જુદી છે હીરોઇન

સૌપ્રથમ તો એમ જણાવવામાં આવ્યું કે આ ફિલ્મ પણ મધુરની છેલ્લી બે ફિલ્મો પેજ 3 અને ફેશન જેવી જ હશે, કારણ કે ફેશન તેમજ પેજ 3માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સોસાયટી તેમજ પેજ 3 સેલિબ્રિટીના જીવનના કેટલાંક વણસ્પર્શેલા પાસાઓ બતાવવામાં આવ્યાં હતાં અને આ ફિલ્મો માટે મધુર ભંડારકરને ઘણાં એવૉર્ડ્સ પણ મળ્યા હતાં. પ્રથમ તો મધુર અને કરીનાએ લોકો સમક્ષ સ્પષ્ટ કરી દીધું કે આ ફિલ્મ ફેશન કે પેજ 3 કરતાં બિલ્કુલ જુદી છે, પણ હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે હીરોઇન (ગેલેરી) ફિલ્મ વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચરને મહદઅંશે મળતી આવે છે.
ધ ડર્ટી પિક્ચર સિલ્ક નામની એક સાઉથ એક્ટ્રેસની વાર્તા છે, જો પોતાના જવનમાં સફળતા પામવા માટે એવા રસ્તા અપનાવે છે, જે તેના જીવનને પૂર્ણત્વે બદલી નાંખે છે. સિલ્કને સફળતા તો મળે છે, પણ તે સફળતા માત્ર કેટલાંક સમય પુરતી જ હોય છે. એક સમય એવો આવે છે કે જ્યારે સિલ્કને જોઈ-જોઈને લોકો કંટાળી જાય છે અને પછી તેને છોડી કોઈક નવી હીરોઇનને પસંદ કરવા લાગે છે. સિલ્ક જે વ્યક્તિ સાથે પ્રેમ કરતી હોય છે, તે પરિણીત હોય છે અને સિલ્કનો ગેરલાભ ઉઠાવી તેને છોડી દે છે. પછી સિલ્કના જીવનમાં કોઈક બીજું આવે છે, પણ સિલ્ક પોતે જ પોતાનું કરિયર તેમજ જીવન બર્બાદ કરી લે છે.
હીરોઇન ફિલ્મમાં પણ કરીના કપૂરનું પાત્ર કઈંક એવું જ છે. પોતાના કરિયરને પોતાના પ્રેમ માટે બર્બાદ કર નાંખનાર માહી પોતાના જવનમાં એવા મુકામે પહોંચે છે કે જ્યાં તેની પાસે કઈંજ નથી બચતું. પ્રેમ, ફેન્સ, પ્રસિદ્ધિ, પૈસો... કઈંજ નહિં.
પરંતુ મધુર ભંડારકરનું કહેવું છે કે તેમની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર કરતાં એકદમ જુદી છે. તેમની હીરોઇન કરીના ડર્ટી પિક્ચરની સિલ્ક સાથે ક્યાંય પણ મળતી નથી આવતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
