Pics : બૉલીવુડની વેશ્યાઓ-મીનાથી કરીના સુધી
મુંબઈ, 28 ઑક્ટોબર. રીમા કાગતીની ફિલ્મ તલાશ 30મી નવેમ્બરે રિલીઝ થનાર છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂર. લગ્ન બાદ કરીનાની આ પ્રથમ ફિલ્મ છે કે જે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં તેઓ એક વેશ્યાના પાત્રમાં છે. ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે ઉત્સાહિત કરીનાએ જણાવ્યું છે કે આ પાત્ર તેમની અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતાં જદું હશે.
જોકે કરીના પહેલી વાર કોઈ ફિલ્મમાં વેશ્યા નથી બન્યાં. આ અગાઉ પણ તેઓ ચમેલી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરી ચુક્યાં છે. હવે જોઇએ બૉલીવુડમાં અત્યાર સુધી વેશ્યાનો રોલ કરી તે પાત્રને યાદગાર બનાવી દેનાર અભિનેત્રીઓની તસવીરી ઝલક.

મુઘલ-એ-આઝમ
કે. આસિફની મુઘલ-એ-આઝમ ફિલ્મમાં અનારકલીનું પાત્ર ભજવનાર મુધાબાલાએ એક કનીઝનું પાત્ર એવી રીતે ભજવ્યું કે જે ભારતીય સિનેમામાં સીમાચિહ્ન રૂપ બની ગયું.

પાકીઝા
ફિલ્મ પાકીઝા અભિનેત્રી મીના કુમારીએ એક સુંદર, પણ ત્રસ્ત તવાયફનો રોલ કર્યો હતો. પાકીઝા ભારતીય સિનેમાની તેવી ફિલ્મ છે કે જેની આગળ દરેકે દરેક માથું ઝુકાવે છે.

ઉમરાવ જાન
ફિલ્મ ઉમરાવ જાનમાં રેખાએ એવો જીવંત રોલ કર્યો કે જે કરવું દરેકના વશની વાત નથી હોતી. રેખાને આ ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો અને હિન્દી સિનેમા માટે રેખા ઉમરાવ જાન બની ગયાં.

ચાંદની બાર
ચાંદની બાર ફિલ્મમાં તબ્બુએ વેશ્યાનો રોલ કર્યો હતો. ફિલ્મ માટે તબ્બુએ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ઍવૉર્ડ પણ મેળવ્યો હતો.

દેવદાસ
ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિતે વેશ્યાનુ પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મ જોરદાર હિટ થઈ હતી. માધુરીએ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો ઍવૉર્ડ મેળવ્યો હતો.

ચમેલી
કરીના કપૂર ચમેલી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરી ચુક્યાં છે. ચમેલી કૉમર્સિયલ રીતે સફળ નહોતી થઈ, પરંતુ સમીક્ષકોએ કરીનાના ખૂબ વખાણ કર્યા હતાં.

જૂલી
મૉડેલમાંથી અભિનેત્રી બનનાર નેહા ધુપિયાએ પણ ફિલ્મ જૂલીમાં વેશ્યાનો રોલ કર્યો હતો.

લાગા ચુનરી મેં દાગ
ફિલ્મ લાગા ચુનરી મેં દાગમાં રાણી મુખર્જી વેશ્યાના રોલમાં હતાં.

ઉમરાવ જાન
જે. પી. દત્તાની ઉમરાવ જાન ફિલ્મમાં ઐશ્વર્યા રાયે પણ વેશ્યાનો રોલ કર્યો હતો.

દેવ ડી
દેવ ડી ફિલ્મમાં કાલ્કી કોચલીને પણ વેશ્યાનું પાત્ર ભજવ્યુ હતું.

સુહાગ
વેશ્યાના રોલ કરવામાં કદાચ રેખા સૌથી આગળ રહ્યાં છે. ફિલ્મ સુહાગમાં રેખા વેશ્યાના રોલમાં હતાં.

મુકદ્દર કા સિકંદર
મુકદ્દર કા સિકંદરની જોહરાને કોણ ભુલાવી શકે. આ ફિલ્મમાં રેખાએ જોહરા નામની વેશ્યા તરીકે યાદગાર રોલ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
