Pics : આધ્યાત્મિક છે હેમાનું મ્યુઝિક આલબમ સૌંદર્યલહરી

મુંબઈ, 31 ઑક્ટોબર : ડ્રીમ ગર્લ હેમા માલિની હવે પોતાનું એક મ્યુઝિક આલબમ લઈને આવ્યાં છે. ગઈકાલે આ મ્યુઝિક આલબમ લૉન્ચ કરવામાં આવ્યું. હેમાનું આ મ્યુઝિક આલબમ આધ્યાત્મિક છે. લૉન્ચિંગ પ્રસંગે હેમા સાથે તેમના બંને પુત્રીઓ એશા અને અહાના તથા જમાઇઓ પણ હાજર હતાં.

બહુમુખી પ્રતિભાના માલિક તથા શાસ્ત્રીય નૃત્યાંગના હેમા માલિનીએ આ પ્રસંગે જણાવ્યું કે તેઓ કાયમ સંસ્કૃત ભાષા સાથે સહજતા અનુભવે છે અને જાણીતી સાહિત્યિક રચના સૌંદર્યલહરી પણ તેમના માટે એટલી જ સહજ છે. 65 વર્ષીય હેમાએ જણાવ્યું - મેં એક સીરિયલ બનાવી હતી નૂપુર. તેમાં મેં સૌંદર્યલહરીના એક શ્લોક ઉપર નૃત્ય પણ કર્યુ હતું. આ એક નૃત્ય પ્રધાન કાર્યક્રમ હતું. ત્યારથી જ મેં સૌંદર્યલહરીનો પાઠ શરૂ કર્યો હતો અને મેં જોયું કે સંસ્કૃત મારા માટે કેટલી સરળ થઈ ગઈ છે.

હેમા માલિનીના આ મ્યુઝિક આલબમની લૉન્ચિંગ પ્રસંગે હેમાના પુત્રીઓ જ નહીં, પણ સંગીત અને ગાયન ક્ષેત્રની અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી. તેમાં પંકજ ઉધાસ, પંડિત જસરાજ, અનૂપ જલોટા, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, સુરેશ વાડેકર, રવીન્દ્ર જૈનનો સમાવેશ થાય છે.

જુઓ સૌંદર્યલહરી મ્યુઝિક આલબમના લૉન્ચિંગની તસવીરો :

મ્યુઝિક આલબમ લૉન્ચ

મ્યુઝિક આલબમ લૉન્ચ

હેમા માલિનીનું મ્યુઝિક આલબમ સૌંદર્યલહરી ગઈકાલે મુંબઈમાં યોજાયેલ એક સમારંભમમાં લૉન્ચ કરાયું.

દીકરી-જમાઈ હાજર

દીકરી-જમાઈ હાજર

સૌંદર્યલહરી મ્યુઝિક આલબમ લૉન્ચિંગ પ્રસંગે હેમા સાથે તેમના બંને પુત્રીઓ-જમાઇઓ એશા દેઓલ અને તેમના પતિ ભરત તખ્તાણી, અહાના દેઓલ તથા તેમના પતિ વૈભવ વોરા પણ હાજર હતાં.

નવી વાત નથી

નવી વાત નથી

હેમાએ જણાવ્યું - હું ઘણા વર્ષોથી શ્લોકોનું પઠન કરતી આવી છું. મારા માટે આ જરાય નવી વાત નથી. લોકો મને એક નૃત્યાંગના અને અભિનેત્રી તરીકે જાણી છે અને આ અંગે લોકોને જણાવવાની જરૂર નહોતી, પણ મને લાગ્યું કે આ આલબમ જારી કરવું જોઇએ.

અમિતાભનો અવાજ

અમિતાભનો અવાજ

સૌંદર્યલહરી આલબમના પરિચય માટે અમિતાભ બચ્ચને પોતાના અવાજ આપ્યો છે.

સરળતાથી માન્યાં

સરળતાથી માન્યાં

હેમાએ જણાવ્યું - અમિતાભ બચ્ચન મ્યુઝિક આલબમમાં પોતાનો અવાજ આપવા માટે સરળતાથી માની ગયાં.

શંકર-સુરેશના શ્લોકો

શંકર-સુરેશના શ્લોકો

સૌંદર્યલહરી આલબમમાં હેમા માલિનીની સાથે ગાયક શંકર મહાદેવન તથા સુરેશ વાડેકરના અવાજોમાં પણ કેટલાંક શ્લોકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X