Box Office: હેટ સ્ટોરી 3 પાસ કરી અગ્નિપરીક્ષા, કરી ધૂમ કમાણી
હેટ સ્ટોરી 3ને બોક્સ ઓફિસ કરી છે ધૂમ કમાણી. આ ફિલ્મ માટે સોમવાર કોઇ અગ્નિપરીક્ષા સમાન જ હતો. અને હેટ સ્ટોરી 3ના બોક્સ ઓફિસ રિપોર્ટ તે વાત સાફ કરી દીધી કે ફિલ્મમાં દમ છે. હેટ સ્ટોરી 3એ રિલિઝના ચાર દિવસોમાં બોક્સ ઓફિસ પર 31.22 કરોડની કમાણી કરી.
આ ફિલ્મ આ વર્ષની સરપ્રાઇઝ હિટમાં સામેલ થઇ ચૂકી છે. નોંધનીય છે કે આ ફિલ્મ ખાલી 13 કરોડના ખર્ચે બની છે. અને તે મુજબ તો તેણે તેના ઓપનિંગ વીકએન્ડમાં બજેટની ડબલ કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ ઓપનિંગ ડે પર પણ જોરદાર કમાણી કરી અને ઓપનિંગ વીકએન્ડ પર પણ. વળી સોમવારે પણ તેણે સારી કમાણી. તો બીજી તરફ ફેન્સ પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. તો નીચેના ફોટોસ્લાઇડરમાં આ ફિલ્મનો બોક્સ ઓફિસ રિપોર્ટ...

હેટ સ્ટોરી 3
ફિલ્મનું કલેક્શન પ્રત્યેક રીતે ખાસ રહ્યું છે જેમ કે Day 1- 9.72 કરોડ, Day 2- 8.05 કરોડ, Day 3- 9.05 કરોડ, Day 4- 4.40 કરોડ. આમ આ ફિલ્મે ચાર દિવસમાં કમાયા 31.22 કરોડ રૂપિયા.

પ્યાર કા પંચનામા
આ ફિલ્મની કમાણી જો પ્યાર કા પંચનામા સાથે સરખાવીએ તો ચાર દિવસમાં આ ફિલ્મે ખાલી 27 કરોડની જ કમાણી કરી હતી.

એબીસીડી 2
2015માં જે પહેલી ફિલ્મ સૌથી જલ્દીથી 100 કરોડ કલ્બમાં પહોંચી હતી તે હતી એબીસીડી 2. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

બદલાપુર
વરુણ ધવનના નેગેટિવ અવતારને લોકોએ એટલો પસંદ કર્યો હતો કે આ ફિલ્મે 51 કરોડની કમાણી કરી હતી. એટલું જ નહીં આ ફિલ્મને 11 નોમિનેશન પણ મળ્યા હતા.

હંટર
ના કોઇને આ ફિલ્મ વિષે ખબર હતી, ના તેમાં કોઇ ફેમસ હિરો કે હિરોઇન હતી. તેમ છતાં આ ફિલ્મે ખાલી સેક્સ કોમેડીના નામ પર બોક્સ ઓફિસની હીટ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

કિસ કિસ કો પ્યાર કરું
કપિલ શર્મા સ્ટાર છે અને તેમની ફેન ફોલાઇંગ કેટલી તગડી છે તે વાત સાબિત ત્યારે થઇ જ્યારે આ ફિલ્મે 46 કરોડની કમાણી કરી.

પીકૂ
પીકૂ હતી આ વર્ષની સરપ્રાઇઝ હિટ. આ ફિલ્મ આટલી સારી ચાલશે તેવી આશા તો લોકોને નહતી પણ તેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી.

દમ લગાકે હઇશા
આ ફિલ્મ પણ આ વર્ષની ક્યૂટ સરપ્રાઇઝ માંથી એક હતી. તેણે બોક્સ ઓફિસ પર 30 કરોડની કમાણી કરી છે. જે પાછળ માત્ર અને માત્ર આ ફિલ્મની સારી સ્ટોરી જવાબદાર રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
