રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપડાના લગ્નની તારીખ થઇ નક્કી, આ દિવશે લેશે 7 ફેરા
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ પહેલીવાર ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આના થોડા સમય પછી, 13 મેના રોજ, કપલે સગાઈ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈમાં તમામ બોલિવૂડ સેલેબ્સ અને ઘણા મોટા રાજકીય નેતાઓ સામેલ થયા હતા. સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હવે ફેન્સ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કપલે હજુ લગ્નની તારીખ જાહેર કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આખરે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
પિંકવિલાના સમાચાર મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ કપલ રાજસ્થાનમાં લગ્ન કરશે. તારીખની વાત કરીએ તો પરિણીતી અને રાઘવ આ વર્ષે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.
આ પ્રસંગમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે, આ અંગે દંપતી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે બંને રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે. તાજેતરમાં, આ કપલ ઉદયપુરની વિવિધ હોટલોમાં જોવા મળ્યું હતું. બંનેના લગ્ન શાહી અંદાજમાં થશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ અને તમામ રાજકીય પક્ષો પણ સામેલ થશે.
પરિણીતી અને રાઘવના લગ્ન બાદ આ કપલ ગુરુગ્રામમાં રિસેપ્શન પાર્ટી આપશે. હાલમાં ચાહકો બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
