Pics : પ્રિયંકાના માર્યા હરમન બનશે બિપાશાના પતિ!
મુંબઈ, 31 જુલાઈ : એક સમય હતો કે જ્યારે પ્રિયંકા ચોપરા જ હરમન બાવેજની જિંદગી હતાં. પળે-પળે હરમનના દિલની નજીક રહેનાર પ્રિયંકા હરમનની નિષ્ફળતાના પગલે તેમનાથી દૂર થઈ ગયાં. હૃતિક રોશનના ક્લોન ગણાતાં હરમનની ફિલ્મ વાટ્સ યોર રાશિ ફ્લૉપ થઈ અને પ્રિયંકાએ તેમને ઓળખવાનું બંધ કરી નાંખ્યું. પછી ફિલ્મોમાં કમબૅક કરવાનો વિચાર જ માંડી વાળનાર હરમન બાવેજા મીડિયાની હૅડલાઇન ત્યારે બન્યાં કે જ્યારે તેમનું નામ બિપાશા બાસુ સાથે જોડાયું.
હરમન બાવેજા અને તેમના કુટુમ્બના સભ્યોને બૉલીવુડના હૉટ ગ્લૅમરસ ગર્લ બિપાશા બાસુ બહુ પસંદ છે અને તેથી હરમન તરફથી લગ્ન માટેની પહેલ કરવામાં આવી રહી છે અને તે અંગે બિપાશાએ પણ હા કહી નાંખી છે. બસ ઔપચારિક જાહેરાત જ બાકી છે.
હરમન બાવેજાએ પોતાનું બૉલીવુડ કૅરિયર લવસ્ટોરી 2050થી કરી હતી. પછી તેઓ વિક્ટ્રી તેમજ વાટ્સ યોર રાશિમાં દેખાયાં, પણ તમામ ફિલ્મો નિષ્ફળ નિવડી. જોકે દિગ્દર્શક હૅરી બાવેજાના પુત્ર હોવાના નાતે તેમને સતત કામ મળતું રહ્યું છે.
એક બાજુ હરમન પ્રિયંકાથી ચોટ ખાયેલા છે, તો બીજી બાજુ બિપાશા બાસુ પણ જ્હૉન અબ્રાહમ સાથે બ્રેક-અપ બાદ હરમનની નજીક આવતાં રહ્યાં છે. બિપાશાએ ગત જાન્યુઆરીમાં પોતાનો જન્મ દિવસ પણ હરમન બાવેજા સાથે ગોવા ખાતે ઉજવ્યો હતો.
આવો તસવીરો વડે જાણીએ વધુ વિગતો :

તેલુગુ ફિલ્મમાં હરમન
હરમન બાવેજા ટુંકમાં જ એક તેલુગુ ફિલ્મમાં નજરે પડશે. આ તેલુગુ ફિલ્મ ઇટ્સ માય લાઇફની રીમેક હશે.

બિપાશાના કારણે ચર્ચામાં
હરમન જોકે ફિલ્મોના કારણે નહિં, પણ બિપાશા બાસુના કારણે વધુ ચર્ચામાં રહ્યાં છે.

લગ્નની અટકળો
ગોવા ખાતે બિપાશાના જન્મ દિવસની ઉજવણીમાં પણ હરમન બાવેજા હાજર રહ્યા હતાં. કહે છે કે બિપાશા અને હરમન ટુંકમાં જ લગ્ન કરી લેશે. બંને ગોવામાં રજાઓ ગાળ્યા બાદ મુંબઈ પરત ફર્યાં છે. એમ પણ ચર્ચા છે કે બિપાશા-હરમન બંને તરફથી લગ્ન અંગે સંમતિ થઈ ગઈ છે, બસ એક ઔપચારિક જાહેરાત જ બાકી છે.

પ્રિયંકાએ તરછોડ્યાં
હરમન બાવેજા અગાઉ પ્રિયંકા ચોપરા સાથે ચર્ચામાં હતાં. તેમણે પ્રિયંકા સાથે જ વાટ્સ યોર રાશિ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ ફિલ્મ નિષ્ફળ જતાં પ્રિયંકાએ તેમને તરછોડી દીધાં.

બિપાશા પણ ઘવાયેલાં
બીજી બાજું હરમન સાથે લગ્ન કરવા જઈ રહેલાં બિપાશા બાસુ પણ જ્હૉન અબ્રાહમથી ઘવાયેલાં છે. બંનેના સંબંધો લગ્ન સુધી ન પહોંચી શક્યાં અને બ્રેક-અપ થઈ ગયું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
