Happy Birthday શાહરુખ ખાનઃ 53ના થયા લોકોને ‘દીવાના' બનાવનાર ‘બાદશાહ'

આજે હિંદી સિનેમાના બાદશાહ એટલે કે શાહરુખ ખાન પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

આજે હિંદી સિનેમાના બાદશાહ એટલે કે શાહરુખ ખાન પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઉંમરનો આંકડો ભલે ગમે તે કહે પરંતુ એમાં કોઈ શક નથી કે આજે પણ શાહરુખની આંખોમાં તે કશિશ છે જેને જોઈને કોઈ પણ દીવાના બની જાય. શાહરુખ ખાનની ઈમેજ લોકોના મનમાં એક એવા વ્યક્તિની છે કે જે 'પર'દેસમાં પણ 'મોહબ્બતેં' ફેલાવે છે અને જેની ચાહતમાં 'દિલ તો પાગલ' થઈ જાય છે અને ક્યારેક એ સ્થિતિ પણ થાય છે કે તેના પ્રેમથી લોકોને 'ડર' પણ લાગવા લાગે છે જેના 'અંજામ'માં લોકો 'બાઝીગર' બની જાય છે.

‘ચલતે ચલતે' પણ ‘મોહબ્બત' થઈ જાય

‘ચલતે ચલતે' પણ ‘મોહબ્બત' થઈ જાય

જે ક્યુટ શાહરુખને આપણે પ્રેમ કરીએ છીએ તેને તો ‘ચલતે ચલતે' પણ મોહબ્બત થઈ જાય છે. સરહદ પાર પણ તે પોતાના પ્રેમને અંજામ આપવા માટે વીરના રૂપે સળિયા પાછળ જતો રહે છે અને ખૂબ સુંદરતા સાથે ‘દિલવાલોકી દુલ્હનિયા' લઈ જાય છે. તે શાહરુખ દિલોનો ‘બાહશાહ' છે અને ક્યારેક પ્રેમની નાકામયાબી તેને ‘દેવદાસ' પણ બનાવી દે છે તો ક્યારેક જવાન દિલોથી જઈને તે પૂછે છે કે ‘કુછ કુછ હોતા હે' ક્યા...

આંખોની કશિશ દિલને પાગલ કરી દે છે...

આંખોની કશિશ દિલને પાગલ કરી દે છે...

ટીવીની દુનિયાથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર કિંગ ખાનની પહેલી ફિલ્મ 1992માં આવેલી ફિલ્મ ‘દીવાના' હતી, જેને જોયા બાદ લોકોએ કહી દીધુ હતુ કે આ તો લાંબી રેસનો ઘોડો છે. ફિલ્મ ‘બાઝીગ'ર અને ‘ડર' થી તેમણે ફિલ્મી હીરોની છબી બદલી દીધી જેના પછી તેમની કિસ્મતનો સિતારો એ બુલંદી પર જઈને પહોંચ્યો જ્યાં પહોંચવુ બધાના નસીબમાં નથી હોતુ. પોતાના કેરિયરમાં શાહરુખ અત્યાર સુધી 8 ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતી ચૂક્યા છે.

બાદશાહ ખાન

બાદશાહ ખાન

1995માં આવેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી તેમણે સફળતાનો એ ઈતિહાસ લખ્યો જે લખવો દરેકનું કામ નથી. ‘દિલ તો પાગલ હે', ‘પરદેસ', ‘મોહબ્બતેં', ‘કુછ કુછ હોતા હે', ‘કભી ખુશી કભી ગમ', ‘દિલ સે', ‘દેવદાસ', ‘વીર ઝારા', ‘કલ હો ના હો', આ એ ફિલ્મો છે જેણે એક સિમ્પલ ખાનને બાદશાહ ખાન બનાવી દીધો.

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

સિને જગતના શાહરુખ ખાન કદાચ એકલા એવા અભિનેતા છે જેમના ફેન યુવકો ઓછા અને યુવતીઓ વધુ છે અને એટલા માટે જ લોકો આજે પણ એમ જ કહે છે કે હાર કે જીતનેવાલે કો શાહરુખ ખાન કહતે હે. પ્રેમ, રોમાન્સ અને ઈશ્કના આ ‘રઈસ'ને વનઈન્ડિયાના પણ ‘દિલ સે' સલામ અને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X