Kiara Advani Net Worth: કિયારા અડવાણી પાસે 31 વર્ષની ઉંમરે છે કરોડોની સંપત્તિ, કાર કલેક્શન...
Kiara Advani Net Worth: બૉલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ વર્ષ 2014માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં તેની ગણતરી બૉલિવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. કબીર સિંહ, શેર શાહ જેવી સુપરહિટ ફિલ્મોમાં કિયારાએ પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.
આજે એટલે કે 31મી જુલાઈએ અભિનેત્રી તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. આવો જાણીએ તે કેટલા કરોડની માલિક છે.

રિપોર્ટ મુજબ કિયારા અડવાણી એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા લે છે. એટલુ જ નહીં તે બ્રાન્ડ એડવર્ટાઈઝિંગથી ખૂબ પૈસા કમાય છે. તે એન્ડોર્સમેન્ટ માટે લગભગ 2થી 3 કરોડ રૂપિયા લે છે. નેટવર્થની વાત કરીએ તો કિયારા અડવાણી 41 કરોડની પ્રોપર્ટીની માલિક છે.
કિયારા અડવાણીને પણ લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે ઘણા મોંઘા વાહનો છે જેમાં BMW, Audi અને Mercedes જેવી કારનો સમાવેશ થાય છે. જેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે. કિયારા અડવાણી મુંબઈમાં ઘર ધરાવે છે.
રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીનું મુંબઈના પૉશ એરિયામાં એક આલીશાન ઘર છે. જેની કિંમત અંદાજે 15 કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય કિયારાની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે અને તેના કારણે તે ત્યાંથી પણ ઘણી કમાણી કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી તાજેતરમાં ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. જેમાં તે ભૂલ ભુલૈયા 2 પછી ફરીથી કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી અભિનેત્રી પાસે ફિલ્મ અદલ બાદલ પણ પાઇપલાઇનમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
