Preview : ‘ગુન્ડે’ નહીં, આ તો પ્રેમ ઘેલા ‘મુન્ડે’ છે!
મુંબઈ, 13 ફેબ્રુઆરી : રણવીર સિંહ અને અર્જુન કપૂરની ફિલ્મ ગુન્ડે શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અર્જુન કપૂર બાલા અને રણીવર સિંહ વિક્રમ નામના ગુન્ડાના રોલમાં છે. બંને ગુન્ડાઓ એક જ છોકરી નંદિતા એટલે કે પ્રિયંકા ચોપરા સાથે પ્રેમ કરી બેસે છે અને બંને જ પોત-પોતાની રીતે છોકરીના પટાવવાની કોશિશ કરે છે.
ગુન્ડે ફિલ્મ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. લોકો અર્જુન-રણવીરની એનર્જેટિક જોડીને પડદા ઉપર જોવા આતુર છે. અહીં સુધી કે આ જોડીને શોલે ફિલ્મની જય-વીરૂ એટલે કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર તેમજ રામ લખન ફિલ્મની રામ-લખન એટલે કે અનિલ કપૂર અને જૅકી શ્રૉફની જોડી સાથે સરખાવી રહ્યાં છે, પણ રણવીર અને અર્જુનનું કહેવું છે કે આટલા મોટા અને બહેતરીન એક્ટર્સ સાથે પોતાની સરખામણી અંગે તેઓ વિચારી પણ નથી શકતાં.
ચાલો તસવીરોમાં જોઇએ મુંબઈની વેલિંગકર કૉલેજે કરાયેલ ગુન્ડેનું પ્રમોશન અને જાણીએ ફિલ્મની વાર્તા પણ :

એક્શન જ નહીં, લવ-સ્ટોરી પણ
ગુન્ડે ફિલ્મ માત્ર એક્શન ફિલ્મ નથી. તે એક પ્રણય-કથા પણ છે. ગુન્ડેની વાર્તા બે ગુન્ડાઓ બાલા (અર્જુન કપૂર) અને વિક્રમ (રણવીર સિંહ)ની આસપાસ ફરે છે. ફિલ્મમાં બંને હીરો સિસ્ટમની વિરુદ્ધ જાય છે.

રિફ્યુજી વિક્રમ-બાલા
ગુન્ડે ફિલ્મની શરુઆત થાય છે વિક્રમ-બાલાના બાળપણથી. તે વખતે પાકિસ્તાનમાંથી બંગલાદેશ બને છે અને તે દરમિયાન બંગલાદેશીમાંથી અનેક રિફ્યુજી ભારતમાં આવે છે. તેમાં વિક્રમ અને બાલાનો પણ સમાવેશ થાય છે.

કોલસા ચોરી
વિક્રમ-બાલાને સિસ્ટમ તરફથી તેમનો હક નથી મળતો એટલે તેઓ હક છીનવી લે છે. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા અને જીવવા માટે કોલસાની ચોરી શરુ કરી દે છે. તે સમયમાં ચાલુ ટ્રેનમાંથી કોલસા ચોરી પૈસા કમાવવા સામાન્ય બાબત હતી.

અને બન્યાં ગુન્ડે
વિક્રમ અને બાલાએ ટિંબરમાં કામ કર્યું, એલપીજીમાં કામ કર્યું અને આમ તેઓ કોલકાતાના સૌથી મોટા ગુન્ડા બની ગયાં. તેમની વિરુદ્ધ સિસ્ટમ પાસે કોઈ સબૂત નથી.

ઇરફાન ખાનની એન્ટ્રી
સિસ્ટમ તરફથી વિક્રમ-બાલાને ઝડપી લેવા માટે સત્યજીત (ઇરફાન ખાન)ને મોકલવામાં આવે છે, પણ જ્યારે સત્યજીત આવે છે, ત્યારે બંને ગુન્ડા નંદિતા (પ્રિયંકા ચોપરા)ના પ્રેમમાં ખોવાયેલા હોય છે. તેઓ પોતાના પ્રેમમાં વ્યસ્ત છે અને સિસ્ટમ તેમની વિરુદ્ધ તેમને ઝડપી લેવા તરેહ-તરેહના પ્લાન બનાવી રહી છે.

આકર્ષક મસાલા
અર્જુન કપૂર કહે છે - મારૂં માનવું છે કે ગુન્ડે ફિલ્મમાં તમામ મસાલા નાંખવામાં આવ્યાં છે કે જે સિંગલ સ્ક્રીન્સ અને મલ્ટીપ્લેક્સ બંનેના દર્શકોને આકર્ષશે. બંને સ્થાને દર્શકો માટે એક બહેતરીન અનુભવ રહેશે.

ગુન્ડેએ ગાઢ કરી મૈત્રી
અર્જુન-રણવીર વચ્ચે ઑફસ્ક્રીન મૈત્રી તો હતી જ, પરંતુ ગુન્ડેએ બંનેની મૈત્રીને વધુ ગાઢ કરી દીધી છે.

પ્રિયંકા પણ મુખ્ય આકર્ષણ
ગુન્ડે ફિલ્મમાં રણવીર અને અર્જુન ઉપરાંત બંનેની કૉમન લવ-લૅડી પ્રિયંકા ચોપરા પણ મુખ્ય આકર્ષણ છે.

પ્રિયંકાનો કૅબરે ડાન્સ
પ્રિયંકાએ ફિલ્મમાં એક કૅબરે ડાન્સ પણ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
