Pics : સલમાનની પ્રેમિકા બનવા માંગે છે શાહરુખની કિ.. કિ... કિરન!
મુંબઈ, 12 ફેબ્રુઆરી : હવે તેને સંજોગ કહી લ્યો કે ભારતીય સિનેમાના આઇકૉન્સમાંના એક જુહી ચાવલાને બૉલીવુડના મોસ્ટ એલિજેબલ બૅચલર સલમાન ખાન સાથે રૂપેરી પડદે રોમાંસ કરવાની તક ન મળી. આ વાતનો અફસોસ હોવો સ્વાભાવિક પણ છે. જુહીએ જણાવ્યું કે આ સંજોગોવશાત જ કહી શકાય કે એમને ક્યારેય સલમાન ખાન સાથે કાસ્ટ નહીં કરાઈ, પણ જુહીએ આશા નથી છોડી. તેમને ભરોસો છે કે હજી પણ તેમને કદાચ સલમાન સાથે રોમાંસ કરવાની તક મળશે.
આપને જણાવી દઇએ કે જુહી ચાવલાએ આમિર ખાન અને શાહરુખ ખાન બંને સાથે બહુ કામ કર્યું છે અને એક સે બઢકે એક બ્લૉક બસ્ટર ફિલ્મો આપી છે. આમિર-જુહીની જોડી પડદા ઉપર સફળતાની ગૅરંટી મનાતી હતી, તો શાહરુખ-જુહીની જોડી પડદા ઉપર નવી કશિશ પેદા કરતી હતી. જુહીએ આમિર-સલમાન સાથે ઘણી સુંદર ફિલ્મો આપી છે.
વળી શાહરુખ ખાન તો જુહી ચાવલાના ગાઢ મિત્ર પણ છે. તેવામાં જુહી ચાવલા દ્વારા સલમાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરવી કદાચ શાહરુખને નહીં ગમે. જોઇએ કે જુહી ચાવલાની ઇચ્છા પૂર્ણ થાય છે કે કેમ? જોકે ભલે જુહીએ ક્યારેય સલમાન સાથે લીડ રોલ ન કર્યો હોય, પણ જુહીએ પોતાની સુપરહિટ ફિલ્મ દીવાના મસ્તાનામાં સલમાન ખાન ગેસ્ટ રોલમાં જરૂર દેખાયા હતાં. બે મિનિટનો જ રોલ હતો સલમાનનો.
ચાલો હાલ તો આપને બતાવીએ જુહીના જોડીદારોની તસવીરી ઝલક :

સલ્તનતથી શરુઆત
જુહી ચાવલાએ બૉલીવુડ કૅરિયર સલ્તનત ફિલ્મથી શરૂ કર્યુ હતું કે જેમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ, શ્રીદેવી જેવા કલાકારો હતાં.

પહેલો હીરો આમિર
જુહી ચાવલાની પ્રથમ હિટ ફિલ્મ કયામત સે કયામત તક હતી કે જેમાં તેમના હીરો આમિર ખાન હતાં. જુહીએ આમિર સાથે સૌથી વધુ ફિલ્મો કરી છે. તેમાં લવ લવ લવ, તુમ મેરે હો, ઇશ્ક, હમ હૈં રાહી પ્યાર કે જેવી ફિલ્મો સુપરહિટ રહી હતી.

શાહરુખ ખાન
આમિરની જેમ શાહરુખ ખાન પણ જુહી ચાવલા માટે લકી રહ્યાં છે. જુહી-શાહરુખની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી છે. જુહી-શાહરુખની પ્રથમ ફિલ્મ રાજૂ બન ગયા જેંટલમૅન હતી. તે પછી ડર, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ડુપ્લિકેટ, યસ બૉસ, રામ જાને, કભી હાં કભી નાનો સમાવેશ થાય છે. ડર ફિલ્મ તો સુપરહિટ રહી હતી.

ઋષિ કપૂર
જુહી ચાવલાએ ઋષિ કપૂર સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે. તેઓએ પહેલી વાર ચાંદની ફિલ્મમાં ઋષિ સાથે સ્ક્રીન શૅર કરી હતી, પરંતુ તેમાં જુહી લીડ રોલમાં નહોતાં. જુહી-ઋષિની જોડી બોલ રાધા બોલમાં હિટ થઈ. ઉપરાંત જુહી-ઋષિએ સાજન કા ઘર, ઇજ્જત કી રોટી, ઘર કી ઇજ્જત, ઈના મીના ડીકા, દરાર, દો ભાઈ, કારોબાર, અર્જુન પંડિત, લક બાય ચાન્સ અને છેલ્લે ચશ્મે બદ્દૂર ફિલ્મમાં પણ સ્ક્રીન શૅર કરી.

મિથુન ચક્રવર્તી
જુહી ચાવલા અને મિથુનની જોડી પણ સ્ક્રીન પર ઘણી દેખાઈ હતી. મિથુન-જુહીની ફિલ્મોમાં મેરે સજના સાથ નિભાના, તડીપાર, શતરંજ, પરમાત્મા, શાનદારનો સમાવેશ થાય છે.

સન્ની દેઓલ
જુહી ચાવલાએ જોકે સન્ની દેઓલ સાથે ડર ફિલ્મમાં હિટ જોડી બનાવી હતી. ભલે ફિલ્મની સફળતાનો શ્રેય શાહરુખને ફાળે ગયો હોય. આ ઉપરાંત લુટેરે, ઇજ્જત કી રોટી, સલ્તનત તથા અર્જુન પંડિતમાં બંને સાથે હતાં.

ગોવિંદા
જુહી ચાવલાની જોડી ગોવિંદા સાથે પણ જામી હતી. જુહી-ગોવિંદાની ફિલ્મોમાં ભાભી, કર્ઝ ચુકાના હૈ, સ્વર્ગ, દીવાના મસ્તાના, ભાગ્યવાન, રાધા કા સંગમ અને આમદની અઠન્ની ખર્ચા રુપય્યાનો સમાવેશ થાય છે.

સલમાન ખાન
હવે જુહી ચાવલાને સલમાન ખાન સાથે જોડી બનાવવાના ઓરતાં જાગ્યાં છે. જુહીનો અફસોસ સ્વાભાવિક પણ છે. તેઓ બૉલીવુડના બે ખાનો શાહરુખ અને આમિરના હિટ જોડીદાર રહ્યાં છે, પરંતુ તેમને ક્યારેય સલમાન ખાન સાથે કામ કરવાની તક જ ન મળી. જુહી કહે છે કે તે સમયે કોઈ ઑફર પણ ન આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
