Gufi Paintal: મહાભારતના શકુની મામાની હાલત નાજુક, હોસ્પિટલમાં ભરતી, જાણો એક એપિસોડ માટે કેટલી મળતી હતી ફી
Gufi Paintal Health Update: ટીવી સીરિયલ મહાભારતમાં 'શકુની મામા'નું પાત્ર ભજવનાર અભિનેતા ગુફી પેન્ટલની હાલત નાજુક છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગુફી પેન્ટલને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત હવે વધુ ગંભીર બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુફી પેન્ટલની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને 31 મે 2023ના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

ગુફી પેન્ટલની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે 1980ના દાયકામાં ટીવી સિરિયલો ઉપરાંત ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. મનાટકો અને દિગ્દર્શનમાં પણ કામ કર્યુ છે. મહાભારતની સાથે તેમણે શ્રી ચૈતન્ય મહાપ્રભુ નામની ફિલ્મનું પણ નિર્દેશન કર્યુ હતુ. આ ફિલ્મ 16મી સદીના ભક્ત ચૈતન્ય મહાપ્રભુના જીવન પર આધારિત હતી.
ગુફી પેન્ટલ કૉમેડિયન અને કેરેક્ટર એક્ટર પેન્ટલના મોટા ભાઈ છે. ગુફી પેન્ટલનો જન્મ 4 ઓક્ટોબર 1944ના રોજ પંજાબના તરનતારનમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પરંતુ પાછળથી ગુફી પેન્ટલ તેમના નાના ભાઈ પેન્ટલ સાથે રહેવા માટે 1969માં બૉમ્બે ગયા. અહીં તેણે મોડલિંગ સાથે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ.
બીઆર ચોપરાની ટીવી શ્રેણી મહાભારતમાં મામા શકુનીના પાત્રથી તેમને દેશવ્યાપી ઓળખ મળી હતી. વર્ષ 2010માં, ગુફી પેન્ટલે મુંબઈમાં મહાભારતના સહ-અભિનેતા પંકજ ધીરની સાથે અભિનય શાળા ખોલી.
ગુફી પેન્ટલે મહાભારતમાં શકુની મામાનુ પાત્ર ભજવ્યુ હતુ. આ પહેલા તે આ લોકપ્રિય શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ પછી ડિરેક્ટરે તેમને આ રોલ ઓફર કર્યો. શકુના મામાના પાત્ર માટે તે સમયે તે એક એપિસોડ માટે માત્ર 3000 રૂપિયા લેતા હતા.
જ્યારે ગુફી પેન્ટલને મહાભારતના લેખક રાહી માસૂમ રઝા દ્વારા આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો, તે સમયે તે આ રોલ માટે હા કહેવી કે નહીં તે મૂંઝવણમાં હતા. કારણ કે શકુની મામાના કારણે સમાજ તેમને નફરત કરવા લાગશે. બસ, જોકે, ઘણા વિચારો પછી તેણે હામી ભરી દીધી હતી.
તમને જણાવી દઈએ કે ગુફી પેન્ટલ એક્ટિંગમાં આવતા પહેલા વ્યવસાયે એન્જિનિયર હતા અને નોકરી છોડીને મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો. તેમણે મહાભારત સિવાય પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ગુફી પેન્ટલની તબિયત વિશે જાણકારી આપી છે. તેણે તેના ચાહકોને અભિનેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. જો કે ગુફી પેન્ટલની હાલત વિશે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હાલમાં, અભિનેતાના પરિવારે તેના સ્વાસ્થ્યને લગતી કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
