મોટી અફવાઃ લગ્ન બાદ રિલીઝ થશે વરુણ ધવનની આ ફિલ્મ
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન હાલ બોલીવુડમાં ચર્ચાનો હોટ ટોપિક છે. સોમવારે સવારે જ વરુણ અને નતાશાના લગ્નના સમાચાર આવ્યા હતા.
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન હાલ બોલીવુડમાં ચર્ચાનો હોટ ટોપિક છે. સોમવારે સવારે જ વરુણ અને નતાશાના લગ્નના સમાચાર આવ્યા હતા. એક વેબસાઈટે દાવો કર્યો છે કે વરુણ અને નતાશા ડિસેમ્બરમાં જોધપુરમાં લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન માટે મનેજેર અપોઈન્ટ થઈ ચૂક્યો છે, આ એજ મેનેજર છે જેણે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન કરાવ્યા છે.
એટલું જ નહીં જોધપુર ઉપરાંત ધવન પરિવાર રાજસ્થાનની કેટલીક અન્ય જગ્યાઓ પણ શોદી રહ્યો છે. બાદમાં મંડપ ક્યાં લાગશે તે નક્કી થઈ જશે. જો કે લગ્ન અંગેના સવાલના જવાબમાં વરુણ ધવને હસીને તેને અફવા ગણાવી દીધી.
હવે વરુણની સ્માઈલ સાચી છે કે ખોટી તે તો ખબર નથી, પરંતુ હાલ તે નવેમ્બરમાં રિલીઝ થનારી રેમો ડિસોઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D પોસ્ટપોન્ડ થવા પાછળ પણ આ જ કારણ ગણાવાઈ રહ્યું છે. જો કે વરુણ તમામ સમાચારોને અફવા ગણાવી રહ્યા છે. હવે તેમની વાતો કેટલી સાચી છે એ તો વર્ષના અંતે જ ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લગ્ન સિઝનથી જ વરુણ અને નતાશા દલાલના લગ્નના સમાચાર મીડિયામાં ચાલતા રહે છે. બંને વિરાટ અને અનુષ્કાની જેમ ના ના કરતા લગ્નના ફોટા જાહેર કરી દે તો ચોંકી ના જતા.

વરુણ કી દુલ્હનિયા
વરુણ ધવન અને નતાશા દલાલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. નતાશા વરુણની બાળપણની મિત્ર છે. શરૂઆતમાં વરુણ નતાશાના ફોટા જાહેર નહોતા થવા દેતા. અને લોકોને એ પણ ખ્યાલ નહોતો કે બંને રિલેશનશિપમાં છે.

સંબંધોમાં ચડાવ ઉતાર
વરુણની કરિયરના શરૂઆતના દિવસોથી જ વરુણ અને નતાશાના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલ હતા. ધીરે ધીરે વરુણે નતાશા વિશે વાતો કરવાની શરૂ કરી અને બંને મીડિયા સામે પણ આવ્યા.

લગ્નોમાં સાથે સાથે
ગત વર્ષે લગ્ન સિઝનમાં બોલીવુડમાં જેટલા લ્ગન થયા તે તમામમાં વરુણ અને નતાશાએ સાથે એન્ટ્રી કરી. બાદમાં બંનેનો નંબર હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ.

ઉડી ચૂકી છે અફવા
વરુણ અને નતાશાના લગ્નના અહેવાલ ઘણીવાર આવી ચૂક્યા છે. પહેલા મનાઈ રહ્યું હતું કે બંને ઉનાળામાં જ લગ્ન કરશે. બાદમાં નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના અહેવાલ આવ્યા.

પરિવારનું દબાણ
એવી પણ ચર્ચા છે કે ધવન પરિવાર અને દલાલ પરિવાર બંને પર લગ્નનું દબાણ કરી રહ્યો છે, કારણ કે બંને પરિવાર ઈચ્છે છે કે વરુણ નતાશા સેટલ થઈ જાય.

મજાકમાં ઉડાવી
જો કે ડેવિડ ધવન પોતે પણ લગ્નના અહેવાલને નકારી ચૂક્યા છે, તેમણે સ્પષ્ટતા કરી છે કે વરુણને લગ્ન કરવા હશે ત્યારે તે છુપાવશે નહીં

ફેન્સ છે ઉત્સાહિત
ફેન્સ હંમેશા વરુણ અને નતાશાના ફોટોઝ જોઈને ઉત્સાહિત થઈ જાય છે અને બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. વરુણ અને નતાશાને ડેટ કરતા ઘણા વર્ષો વીતી ચૂક્યા છે.

પ્રોજેક્ટ્સ છે હાથમાં
વરુણ ધવન પાસે હાલ ફિલ્મોની ભરમાર છે. તે કલંક બાદ રેમો ડિસોઝાની સ્ટ્રીટ ડાન્સર 3D, ડેવિડ દવનની કુલી નં 1ની રિમેક કરી રહ્યા છે. આ ઉપરાત તે રણભૂમિ અને શશાંક ખેતાનની એક ફિલ્મનો પણ ભાગ છે.

ક્યારે વાગશે શરણાઈ?
હવે જોવાનું એ છે કે દર વખતની જેમ આ વખતે પણ લગ્નના સમાચાર ખોટા નીકળે છે કે પછી ખરેખર વરુણ અને નતાશા ચૂપકીદીથી વર્ષના અંતે લગ્નના બંધનમાં બંધાઈ જશે.

કુંવારા કે પરણેલા
સાથે જ એ જોવું પણ રસપ્રદ રહેશે કે સ્ટ્રીટ ડાન્સર 3Dના પ્રમોશનમાં વરુણ કુંવારા હશે કે પરણેલા !!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
