TMKOC : અસિત મોદીને કરી દેશે માફ, જેનિફર મિસ્ત્રી રાખી આ શરત
TMKOC : તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સાથે જોડાયેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઇ રહ્યા. ચોમાસામાં એક બાદ એક નીકળતા દેડકાઓની જેમ આસિત મોદી સાથે જોડાયેલા વિવાદો પણ સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ અને એક્ટર્સ તેના પર આરોપો લગાવતા રહે છે. જેનિફર મિસ્ત્રી એક પછી એક ઘણા ખુલાસા કરી રહી છે.
અભિનેત્રીએ જાતીય સતામણી અને સેટ પર તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર વિશે વાત કરી હતી. જે બાદ બુધવારના રોજ અભિનેત્રીએ આ મામલે નિર્માતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આસિત મોદીએ જાહેરમાં માફી માંગવી જોઈએ.

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ લોકોએ મારા પર ઘણા ગંભીર અને ખોટા આરોપો લગાવ્યા છે. જો હું આટલી ખરાબ હતી, તો મને આટલા લાંબા સમય સુધી શા માટે સહન કરવામાં આવી? દિલકુશે શો છોડ્યા પછી મને કેમ પાછો બોલાવવામાં આવી? હું પહેલા દિવસથી આ વાત કહું છું, હું આસિત મોદી, સોહેલ અને જતીન બજાજ બધાની સામે માફી માંગું છું. સોહેલે પોતાના નિવેદનથી પીછેહઠ કરી હતી. પહેલા તેણે કહ્યું કે, હું દુર્વ્યવહાર કરતી હતી, પછી તેણે કહ્યું કે, હું તેની નજીકની મિત્ર છું અને તેને આધ્યાત્મિકતા તરફ આગળ વધવામાં મદદ કરી રહી છું.
અત્રે નોંધનીય બાબત છે કે, આ પહેલા પણ જેનિફરે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આસિત કુમારે બધાની સામે માફીની જરૂર છે. તેણે કહ્યું હતું કે, તેઓએ જાહેરમાં માફી માગવી જોઇએ. મેં વકીલની મદદ લીધી છે. મેં 8મી માર્ચના રોજ અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજને નોટિસ મોકલી હતી. આ સાથે રજિસ્ટ્રીની સાથે સરકારી અધિકારીઓને પણ એક નકલ મોકલવામાં આવી હતી. મને આ ક્ષણે આ અંગે કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ મને ખાતરી છે કે, તેઓ આ બાબતની તપાસ કરશે.
જેનિફરે કહ્યું હતું કે, 7 માર્ચના રોજ હોળી હતી અને મારી વર્ષગાંઠ પણ હતી. મેં પહેલેથી જ કહ્યું હતું કે, મારે હાફ ડે જોઈએ છે, કારણ કે મારી દીકરી તે દિવસની ઉજવણી કરવા માંગે છે. તે હોળીની રાહ જુએ છે. મેં તેમને એમ પણ કહ્યું હતું કે મને માત્ર બે કલાકની રજા આપો, હું થોડીવારમાં સેટ પર પાછી આવી જઇશ. આ બધા માટે એડજસ્ટ થતી હતી, પણ મને ના પાડી. હું તેને વારંવાર કહેતી રહી. તેણે તમામ પુરુષ કલાકારોને એડજસ્ટ કર્યા. સેટ પુરૂષ પ્રભુત્વ ધરાવે છે.
જેનિફર આગળ કહે છે, આ પછી મેં વિરોધ કર્યો તો સોહેલે મને ચાર વખત ખૂબ જ ખરાબ રીતે બહાર નીકળવાનું કહ્યું. જ્યારે જતીન બજાજે
મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયું છે. મેં વિચાર્યું કે તેઓ મને પાછા બોલાવશે, પરંતુ 24 માર્ચે,
તેઓએ નોટિસ મોકલી કે, મારા કારણે પૈસાનું નુકસાન થઇ રહ્યું છે અને મેં શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું. આ પછી મેં તેમને 4 એપ્રિલે જવાબ આપ્યો કે, મને વ્હોટ્સએપ પર યૌન ઉત્પીડન કરવામાં આવ્યું છે, જેના જવાબમાં તેઓએ મારા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. એ જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે, તેઓએ બધાની સામે મારી માફી માંગવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
