લિવ ઈન રિલેશનમાં જ આ અભિનેત્રી થઈ હતી પ્રેગ્નન્ટ, હજૂ સુધી નથી વસાવ્યું ઘર
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો પણ અદ્ભુત છે. સમય જતાં, ઘણી સુંદરીઓએ સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારીને નવા નિયમો બનાવ્યા છે.
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો પણ અદ્ભુત છે. સમય જતાં, ઘણી સુંદરીઓએ સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારીને નવા નિયમો બનાવ્યા છે. મધર્સ ડે ના અવસર પર અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લિવ ઈન રિલેશનશિપમાં રહીને પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

ઈશા શર્વની
બોલીવુડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી ઈશા શર્વની લગ્ન વિના જ માતા બની ગઈ છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યોહતો કે, તે તેના બોયફ્રેન્ડ સાથે લિવ ઈનમાં રહેતી હતી, પરંતુ બાદમાં તેમના રસ્તા અલગ થઈ ગયા અને હવે ઈશા તેના પુત્રનો એકલાઉછેર કરી રહી છે.

માહી ગિલ
પ્રખ્યાત અભિનેત્રી માહી ગિલ એક બાળકીની માતા પણ છે. માહીએ ક્યારેય એ વાતનો ખુલાસો કર્યો નથી કે, તેના બાળકના પિતા કોણ છે,પરંતુ તે લાંબા સમયથી કોઈની સાથે સંબંધમાં હતી. આ સંબંધમાં તેમને એક પુત્રી હતી. માહી હવે એકલા હાથે દીકરીનો ઉછેર કરી રહી છે.

એમી જેક્સન
બોલીવુડમાંથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચમકેલી એક્ટ્રેસ એમી જેક્સન એક બાળકની માતા બની છે. તે બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયિયોટોઉ સાથેલિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી, પરંતુ વર્ષ 2021માં બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.

નીના ગુપ્તા
પીઢ અભિનેત્રી નીનાએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથેના સંબંધમાં દીકરી મસાબાને જન્મ આપ્યો હતો. જોકે, વિવિયન સાથેનીનાનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. નીનાએ એકલે હાથે મસાબાને ઉછેરી છે.

કલ્કી કોચલીન
અભિનેત્રી કલ્કી કોચલીન ઈઝરાયેલના ક્લાસિકલ પિયાનોવાદક બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે લિવ ઈનમાં રહે છે. ગાય સાથેના સંબંધમાંતેણે એક બાળકને જન્મ આપ્યો છે, જ્યારે કલ્કીએ હજૂ સુધી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
