તમન્નાએ બમણી કિંમતે ખરીદ્યુ મુંબઈમાં ઘર, જાણો કારણ અને કિંમત
હાલમાં જ તમન્ના મુંબઈમાં ઘણુ મોંઘુ એપાર્ટમેન્ટ ખરીદવાના કારણે ચર્ચામાં આવી ગઈ. કમાલની વાત એ છે કે તમન્નાએ આ એપાર્ટમેન્ટ પ્રતિ સ્ક્વેર ફૂટ બમણા પૈસા આપીને ખરીદ્યુ છે.
તમિલ, તેલુગુ અને હિંદી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાને ફિલ્મ જગતમાં 15 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. તે પોતાની શાનદાર ડાંસિંગ સ્કિલ માટે પણ જાણીતી છે. હાલમાં જ તમન્ના મુંબઈમાં ઘણુ મોંઘુ એપાર્ટમેન્ટ ખરીદવાના કારણે ચર્ચામાં આવી ગઈ. કમાલની વાત એ છે કે તમન્નાએ આ એપાર્ટમેન્ટ પ્રતિ સ્ક્વેર ફૂટ બમણા પૈસા આપીને ખરીદ્યુ છે. એપાર્ટમેન્ટ માટે તમન્નાએ 16.60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

બમણી કિંમતે ખરીધ્યુ સી-વ્યુ એપાર્ટમેન્ટ
સમાચાર છે કે તમન્નાએ સી-વ્યુ એપાર્ટમેન્ટ ખરીદવાના ચક્કરમાં લગભગ બમણી કિંમત ચૂકવી છે. તેણે 80,778 રૂપિયા આપ્યા છે કે જે અસલી કિંમતના લગભગ બમણા છે. તે જગ્યાએ માત્ર 500 મીટર દૂર બનેલી બિલ્ડિંગમાં પ્રતિ સ્ક્વેર ફૂટની કિંમત 35,000થી 40,000 રૂપિયા છે. તમન્નાનું આ રીતે એપાર્ટમેન્ટ માટે પૈસા વહાવી દેવા ચર્ચાનો વિષય બની ગયુ છે. 2055 સ્કવેર ફૂટનું આ એપાર્ટમેન્ટ વરસોવામાં છે અને તમન્નાએ રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી રૂપે 99.60 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

ઈન્ટિરીયરમાં કરી શકે છે આટલો ખર્ચો
તમન્નાનો પરિવાર હાલમાં મુંબઈના લોખંડવાલામાં રહે છે. આશા છે કે તે જલ્દી પરિવાર સાથે આ નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. સમાચાર છે કે તમન્ના ઘરનું ઈન્ટિરીયર ડિઝાઈનિંગ માટે 2 કરોડ રૂપિયા ખર્ચવાની છે. દસ્તાવેજોમાં તમન્નાને ફ્લેટ વેચનારા બિલ્ડર સમીર ભોજવાણી છે. વળી ખરીદનારમાં તમન્ના સાથે તેમની મા રજની ભાટિયાનું નામ છે.

14માં ફ્લોર પર તમન્નાએ લીધુ એપાર્ટમેન્ટ
તમન્નાએ આ ફ્લેટ 22 માળની બેવ્યુ નામના ફ્લેટમાં 14માં માળે લીધુ છે. તમને જણાવી દઈએ કે તમન્નાને છેલ્લી વાર ફિલ્મ ખામોશીમાં જોવામાં આવી હતી કે જે બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ સારી સાબિત નહોતી થઈ. આ ઉપરાંત બોલિવુડથી પહેલા તે તમિલ અને તેલુગુમાં ઘણી ફિલ્મો કરી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
