શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની વધી મુશ્કેલી, ઈડીએ જપ્ત કરી 97 કરોડની પ્રોપર્ટી
Shilpa Shetty, Raj Kundra: બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા સતત ચર્ચામાં રહે છે. જોકે, ઈડીએ કપલ સામે મોટી કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગ મામલે ઈડી દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ED આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીમાં જુહુનો એક બંગલો પણ સામેલ છે. જેનું નામ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રાજ કુન્દ્રાના નામે પુણેમાં રહેણાંક બંગલો અને ઈક્વિટી શેર છે. આ સિવાય EDએ રાજ કુન્દ્રાના નામના કેટલાક શેર પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ એટલે કે પીએમએલએ 2002 હેઠળ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી અને બિટકોઈનનો બિઝનેસ કરવો ગેરકાયદેસર છે. આવા સમયે, EDનો આરોપ છે કે, રાજ કુન્દ્રાએ કથિત રીતે બિટકોઈન દ્વારા કારોબાર કર્યો હતો, જેના વ્યવહારોમાં હેરાફેરી કરવામાં આવી હતી.

આરોપ છે કે, રાજ કુન્દ્રાએ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ પાસેથી 285 બિટકોઇન્સ મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારો સાથે છેતરપિંડી કરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને પછી યુક્રેનમાં રોકાણ કર્યું હતું. આ કેસમાં ઇડીએ રેડી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં ફસાયા હતા. આ કેસમાં તેની 19 જુલાઈ 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ગુપ્ત રીતે એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને પછી તેને વેચવાનો આરોપ હતો.
રાજ કુન્દ્રાને લગભગ 63 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ કેસના કારણે રાજ કુન્દ્રા લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા હતા. તાજેતરમાં તેમણે પોતાનો ચહેરો જાહેર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
