સારા અલી ખાનને આવી રહી છે સુશાંતની યાદ, જાણો કારણ?
સોમવારના રોજ એટલે 6 ડિસેમ્બરે કેદારનાથ ફિલ્મે ત્રણ વર્ષ પૂરા કર્યા હતા. આ ખાસ અવસર પર, ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર સારા અલી ખાને તેના સહ અભિનેતા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને ખૂબ જ ખાસ રીતે યાદ કર્યા હતા.
મુંબઈ : સોમવારના રોજ એટલે 6 ડિસેમ્બરે કેદારનાથ ફિલ્મે ત્રણ વર્ષ પૂરા કર્યા હતા. આ ખાસ અવસર પર, ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર સારા અલી ખાને તેના સહ અભિનેતા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને ખૂબ જ ખાસ રીતે યાદ કર્યા હતા. આ દરમિયાન સારાએ સુશાંતના ખૂબ વખાણ કર્યા છે. તેણીએ સુશાંતને ખૂબ જ મદદરૂપ સહ અભિનેતા ગણાવ્યા હતા, જેમણે તેને ફિલ્મ દરમિયાન ઘણી મદદ કરી હતી.

કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાનની આ પહેલી ફિલ્મ હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ ઉત્તરાખંડના કેદારનાથમાં આવેલી કુદરતી આફતની પૃષ્ઠભૂમિપર બનાવવામાં આવી છે.
તેનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું હતું. તેણીની પોસ્ટમાં, સારા અલી ખાને દિગ્દર્શક અભિષેક અને અભિનેતા સુશાંતનો જ્યારે તેણી ફિલ્મઉદ્યોગમાં નવી અને નર્વસ હતી, ત્યારે તેણીને માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો હતો.

સુશાંતને ગણાવ્યો મદદગાર માણસ
સારાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું ગટ્ટુ સર પાસેથી કેમેરાનો સામનો કરવાનું શીખી છું. સુશાંત સાથે લાંબી ઓન સ્ક્રીન ભૂમિકા હતી. સુશાંત આ પહેલા નિર્દેશકઅભિષેક સાથે પણ કામ કરી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 7મી ડિસેમ્બર, 2018ના રોજ રિલિઝ થઈ હતી. આ ફિલ્મને લઈને લોકોની પ્રતિક્રિયા મિશ્ર હતી. જો કે,બંને કલાકારોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

ફિલ્મ કેદારનાથ હંમેશા ખાસ રહેશે
પીટીઆઈ સાથે વાત કરતા સારાએ જણાવ્યું કે, તેણે કેદારનાથ ફિલ્મ પછી સિમ્બા, લવ આજ કલ 2 અને કુલી નંબવ વન 2 જેવી ફિલ્મો કરી હતી, પરંતુ પ્રથમ ફિલ્મહંમેશા તેમના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે.
સારા અલી ખાને જણાવ્યું હતું કે, ફિલ્મ કેદારનાથ તેના માટે વિવિધ કારણોસર હંમેશા ખાસ રહેશે.
|
અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે
સારાએ જણાવ્યું હતું કે, આ મારી પહેલી ફિલ્મ હતી, મને શૂટિંગના પહેલા સીનથી લઇને બધું જ યાદ છે.
ઉલ્લેખનીય છે કે, સારા ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયનીફિલ્મ અતરંગી રે માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ પણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
