ગણેશ ચતુર્થી પર ભક્તિમાં લીન જોવા મળ્યો સલમાન ખાન, જુઓ વીડિયો
Salman Khan Video: ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ભક્તો હવે 10 દિવસ સુધી ભક્તિમાં લીન જોવા મળશે. જેમાં ઘણા સેલિબ્રિટી પણ બાપાના ભગત હોય છે. જેમાં સમલમાન ખાન પણ બાકાત નથી.
દર વખતની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થીના તહેવારની બોલીવુડ સેલેબ્સ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બોલીવુડની અનેક હસ્તીઓના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું, અને ફિલ્મ સ્ટાર્સ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરતા જોવા મળ્યા હતા.
આ વખતે પણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી, અને એક વિશાળ પૂજા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
અર્પિતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવા માટે સલમાન ખાન સાથે અર્પિતાનો આખો પરિવાર હાજર હતો. આ પ્રસંગે સલમાન ખાન ભગવાન ગણેશમાં લીન જોવા મળ્યો હતો. સલમાને તેની ભત્રીજી આયત સાથે બાપ્પાની આરતી કરી અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવ્યા હતા.
કાકા સલમાન ખાનની ભત્રીજી આયતનો આ વીડિયો પાપારાઝો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની ભત્રીજી સાથે હાથમાં આરતીની થાળી પકડીને આરતી કરતો જોવા મળે છે.

વીડિયોમાં સલમાન ખાન તેની ભત્રીજી આયત સાથે આરતી કરતો જોવા મળે છે, ત્યારબાદ તે આહિલ અને અન્ય બાળકને આરતી માટે બોલાવતો જોવા મળે છે. બાદમાં આ વીડિયોમાં અરબાઝ અને સોહેલ તેમના પુત્રો સાથે આરતી કરતા જોવા મળે છે.
સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને સાળા આયુષ શર્માએ શનિવારના રોજ તેમના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. આ અવસર પર સલમાન ખાન સાથે પિતા સલીમ ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અરબાઝનો પુત્ર અરહાન, સોહેલના પુત્રો નિર્વાણ અને યોહાન પણ હાજર હતા. આ સિવાય અભિનેતા વરુણ શર્મા, ઓરી, યુલિયા વંતુર પણ ભાગ લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
