૧૭ વર્ષની ઉંમરે આ હસીનાએ પાગલ બનાવ્યા, સલમાન ખાનને ઠુકરાવ્યો, ઘરેથી ભાગી, હવે આવી છે હાલત

બોલિવૂડ અભિનેત્રી રુખસાર રહેમાનનું જીવન કોઈ ફિલ્મી કથાથી ઓછું નથી. યુવા વયે ફિલ્મોમાં પ્રવેશ, અચાનક કરિયર છોડવું, લગ્નજીવનની સમસ્યાઓ અને દીકરી સાથે ઘર છોડી દેવું – રુખસારે જીવનના દરેક તબક્કે સંઘર્ષ કર્યો. આજે તેઓ ટીવી-ફિલ્મોનો જાણીતો ચહેરો છે, પણ તેમનો સફર ઘણો કઠિન હતો.

રુખસારે માત્ર 17 વર્ષની ઉંમરે 1992માં આદિત્ય પંચોલી સાથે 'યાદ રખેગી દુનિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ ન થઈ.

જોકે, રુખસારની નિર્દોષતા અને સ્ક્રીન પ્રેઝન્સને કારણે લોકોનું ધ્યાન આકર્ષાયું. ત્યારબાદ તેમને ઋષિ કપૂર સાથે 'ઇંતેહા પ્યાર કી' મુવીમાં કામ કરવાની તક મળી હતી.

રુખસારના કરિયરમાં મોટો વળાંક સલમાન ખાનની 'સનમ બેવફા'ની ઓફરથી આવ્યો. તેમણે શૂટિંગ પણ શરૂ કર્યું, પણ પારિવારિક દબાણને કારણે આ પ્રોજેક્ટ છોડવો પડ્યો.

રુખસારે જણાવ્યું કે, "પિતા ફિલ્મના કોન્ટ્રાક્ટથી ખુશ નહોતા." પરિવારની અસંમતિને લીધે તેમને ફિલ્મમાંથી બહાર થવું પડ્યું. રસપ્રદ વાત એ કે, ફિલ્મમાં લીડ અભિનેત્રીનું પાત્ર 'રુખસાર' જ રહ્યું.

રુખસારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તેમને સતત ફિલ્મોના ઓફર મળતા, લોકો તેમનું કરિયર સેટ માનતા હતા. જોકે, માતા-પિતા ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં તેમના કામથી ખુશ નહોતા.

આ સમયગાળામાં રુખસારના લગ્ન થયા અને તેમને અભિનય છોડવો પડ્યો. તે સમયે તેમને 'બાઝીગર' અને 'રોજા' જેવી મોટી ફિલ્મોના ઓફર હતા, પણ લગ્નના કારણે તે તેનો ભાગ ન બની શક્યા.

નાની ઉંમરે લગ્ન અને માત્ર 19 વર્ષની વયે માતા બન્યા પછી રુખસારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. વૈવાહિક જીવનમાં સતત તણાવ રહ્યો અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે રુખસારે પોતાની આઠ મહિનાની દીકરીને લઈને ઘર છોડવાનો નિર્ણય કર્યો.

આ તેમની જિંદગીનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. કેટલાક રિપોર્ટ્સ દાવો કરે છે કે, તેમણે પતિ અને સાસરાવાળાઓને જાણ કર્યા વગર પોતાની આઠ મહિનાની દીકરી સાથે ચૂપચાપ ઘર છોડ્યું હતું.

મુશ્કેલ સમયમાંથી બહાર નીકળીને રુખસારે પોતાની જાતને સંભાળીને નવી શરૂઆત કરી. તેમણે એક બુટિક સ્ટોર ખોલ્યો, પણ અભિનયનું સ્વપ્ન હજી જીવંત હતું.

આશરે 13 વર્ષ પછી રuખસાર મુંબઈ પાછા ફર્યા અને ઇન્ડસ્ટ્રીમાં ફરી જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો. 2005માં તેમને રામ ગોપાલ વર્મા નિર્દેશિત '

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X