Brahmastra 2 માં દેખાશે રોકી ભાઇ, મેકર્સે કર્યો ખુલાશો
રણવીર કપૂર અને આલીયા ભટ્ટ સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. જે બાદ હવે દર્શકો તેના બીજા ભાગ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
રણવીર કપૂર અને આલીયા ભટ્ટ સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. જે બાદ હવે દર્શકો તેના બીજા ભાગ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બ્રમાસ્ત્ર ફિલ્મે બોયકોટ ટ્રેન્ડ વચ્ચે ધારી એટલી કમાણી કરી શકી ન હતી.
ઘણા દર્શકોને આયાન મુખર્જીની ફિલ્મને પસંદ કરી હતી તો ઘણા દર્શકોને આ ફિલ્મ પસંદ આવી ન હતી. જોકે હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઇ રહી છે. આ સાથે દર્શકો હવે એ જાણવા માટે આતુર છે કે, બ્રહ્માસ્ત્ર 2 ની સ્ટારકાસ્ટમાં કોનો કોનો ઉમેરો થશે.

દેવ ની ભૂમિકા માટે KGF સ્ટાર યશનો સંપર્ક કર્યો
બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા ને જોનારા દર્શકો સારી રીતે જાણે છે કે, આ ફિલ્મમાં શિવનું પાત્ર કેટલું મહત્ત્વનું છે. 'બ્રહ્માસ્ત્ર 2' માં રણબીર કપૂરનાપાત્ર શિવની સીધી ટક્કર દેવ સાથે થવાની છે.
આ જ કારણ છે કે, દર્શકોને હવે આ પાત્રમાં ખૂબ જ રસ છે. આવા સમયે સમાચાર આવી રહ્યા છે કે, નિર્માતાઓએ બ્રહ્માસ્ત્ર 2 માં દેવ ની ભૂમિકા માટે KGF સ્ટાર યશનો સંપર્ક કર્યો છે.
હવે તમે સમજી જ ગયા હશો કે, બ્રહ્માસ્ત્રમાં દેવનું પાત્ર કેટલું મહત્વનું હશે, જેના માટે નિર્માતાઓ બોલીવુડથી લઈને ટોલીવુડ સુધી ચક્કર લગાવી રહ્યા છે.

રણબીરના પિતાનો રોલ રણવીર ભજવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા પણ અહેવાલ છે કે, યશે હજૂ સુધી આ રોલ માટે મેકર્સને હા પાડી નથી. બ્રહ્માસ્ત્રમાં દેવના રોલ માટે અત્યારસુધી રણવીર સિંહ અને રિતિક રોશનના નામ સામે આવ્યા છે.
કેટલાક ચાહકોનું કહેવું છે કે, રણબીરના પિતાનો રોલ રણવીર ભજવશે અનેમાતા અમૃતાનો રોલ સ્ક્રીન પર દીપિકા પાદુકોણ ભજવશે.
આવા સમયે, ઘણા લોકો હૃતિકનું નામ પણ લઈ રહ્યા છે. જોકે, મેકર્સે હજૂ સુધીઆવી કોઈ વાત પર પ્રતિક્રિયા આપી નથી.

મોટા સાઉથ સ્ટાર્સ પણ 'બ્રહ્માસ્ત્ર' માં જોવા મળ્યા
આ સાથે એવા પણ અહેવાલ છે કે, માત્ર 'બ્રહ્માસ્ત્ર' જ નહીં, પરંતુ એક્સેલ એન્ટરટેનમેન્ટ પણ 'કર્ણ' માટે યશને બોર્ડમાં લાવવા માગે છે. તેમહાભારત પર આધારિત પૌરાણિક મહાકાવ્ય હશે.
ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન સિવાય નાગાર્જુનજેવા મોટા સાઉથ સ્ટાર્સ પણ 'બ્રહ્માસ્ત્ર' માં જોવા મળ્યા હતા, જેના કારણે મેકર્સને પણ ઘણો ફાયદો થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
