Pushpa 2 : અલ્લુ અર્જૂનની મોસ્ટ અવેટેડે ફિલ્મ પુષ્પા 2 નું શુટિંગ શરૂ, જુઓ પહેલી ઝલક
પુષ્પા મુવી યાદ છે તમને, મૈ ઝુકેગા નહીં ડાયલોગ તો નાના મોટ સૌના મોઢે છે. અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2નું શુટિંગ હવે શરૂ થઇ ગયું છે. આ શુટિંગની પહેલી ઝલક સામે આવી છે.
પુષ્પા મુવી યાદ છે તમને, મૈ ઝુકેગા નહીં ડાયલોગ તો નાના મોટ સૌના મોઢે છે. અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2નું શુટિંગ હવે શરૂ થઇ ગયું છે. આ શુટિંગની પહેલી ઝલક સામે આવી છે. આ તસવીર જોઇને ફેન્સ ખુશીથી નાચી રહ્યા છે.

ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરી
હવે મેકર્સે ફેન્સ માટે ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અલ્લુ અર્જુન આ ફોટોમાં નથી. કારણ કે, નિર્માતાઓએ બેક ઓફ ધ કેમેરાની તસવીર શેર કરી છે અને આમાં ટીમ ફિલ્મ પર કામ કરતી જોઈ શકાય છે.

રશ્મિકા મંદન્નાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું
રશ્મિકા મંદન્નાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે, આ જુઓ! આ બધી શરૂઆત છે. જોકે, આ ઝલક પર અલ્લુ અર્જુનની પ્રતિક્રિયા આવી નથી અને ચાહકો આ અંગે તેના કહેવાની રાહ જોઈ રહ્યા છે.
તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે, અર્જુન કપૂર આ આગામી સિક્વલમાં પોલીસની ભૂમિકા ભજવવા માટે ડિરેક્ટર સુકુમાર સાથેવાતચીત કરી રહ્યા છે. જે બાદમાં આ સમાચાર માત્ર અફવા સાબિત થયા હતા.

પુષ્પાએ અલ્લુ અર્જૂનના સ્ટારડમને નેક્સ લેવલ પર લઈ ગઇ
અલ્લુ અર્જુન આ સમયે ઉત્તર ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેનું કારણ એ છે કે, તેની તાજેતરની કેટલીક રિલીઝ હિટથઈ છે. જોકે, પુષ્પાએ આ સ્ટારડમને નેક્સ લેવલ પર લઈ ગઇ છે.












Click it and Unblock the Notifications
