Parineeti-Raghav Wedding : આ તે કેવો કળીયુગ, દિગ્ગજ અભિનેત્રી પોતાની જ બહેનના લગ્નમાં નહીં આપે હાજરી
Parineeti-Raghav Wedding : બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને AAP નેતા રાઘવ ચડ્ડા 24 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં સાત ફેરા લેશે. આ લગ્ન રવિવારની બપોરે પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે. કપલના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને ઘણા નજીકના મિત્રો હાજર રહેશે.
ઘણા સમયથી ચર્ચા હતી કે, પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ તેમના વ્યસ્ત શેડ્યૂલના કારણે લગ્નમાં હાજરી આપશે. હવે એ પણ જાણવા મળી રહ્યું છે કે, અભિનેત્રી લગ્ન માટે વિદેશથી ઉદયપુર આવશે નહીં.

રાઘવ ચડ્ડા અને પરિણીતી ચોપડાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. જેમાં ઘણા મોટા નેતાઓ અને બોલીવુડ સેલેબ્સે ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપરા વિદેશથી દિલ્હી પહોંચી હતી, પરંતુ હવે સૂત્રોના જણાવ્યા મુજબ, સમાચાર આવી રહ્યા છે કે, પ્રિયંકા તેની કેટલીક પ્રતિબદ્ધતાઓને કારણે લગ્નમાં હાજરી આપશે નહીં. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, પ્રિયંકાના પતિ અને પરિણીતીના જીજાજી નિક જોનાસ પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે લગ્નમાં હાજરી આપી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં થશે. આજે એટલે કે 22 સપ્ટેમ્બરની સવારે આ કપલ અને તેમના પરિવારજનો લગ્ન માટે ઉદયપુર જવા રવાના થયા છે. જ્યાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ અગાઉ દિલ્હીમાં કપલની મહેંદી સેરેમની યોજાઈ હતી, અને ત્યારબાદ રાત્રે સૂફી નાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
પરિણીતી અને રાઘવના લગ્નમાં કડક સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક વ્યક્તિએ નો-ફોન પોલિસીનું પાલન કરવું પડશે. સંગીત અને હલ્દી સેરેમની 23 સપ્ટેમ્બરથી શરૂ થશે.
24 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રીની ચુરા વિધિ થશે અને રાઘવના માથા પર સાફો શણગારવામાં આવશે. આ પછી બંને દિવસમાં સાત ફેરા લેશે અને પછી અભિનેત્રી 6 કલાકે વિદાય લેશે. હાલમાં તેના ફેન્સ લગ્નની તસવીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
