Prabhas Wedding : આદિપુરુષનું ટ્રેલર લોન્ચ, પ્રભાસ જણાવ્યું ક્યાં કરશે લગ્ન
Prabhas Wedding : બોલીવુડ અને સાઉથ એક્ટર પ્રભાસ વર્તમાન સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરુષને કારણે સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. મંગળવારના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું હતું.
આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ તિરુપતિમાં યોજાઈ હતી. જ્યાં પ્રભાસ અને કૃતિ સેનન પણ સામેલ થયા હતા. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોનો ઉત્સાહ પહેલા કરતા વધી ગયો છે. આ દરમિયાન અભિનેતાએ પોતાના લગ્ન વિશે એક મોટી વાત કહી છે. તેમણે મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે તે લગ્ન કરશે.

'હું તિરુપતિમાં લગ્ન કરીશ' - ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રભાસ ખુશખુશાલ મૂડમાં જોવા મળ્યો હતો અને ફેન્સના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, હું તિરુપતિમાં લગ્ન કરીશ. આ સાંભળીને ફેન્સ તેમના લગ્નને લઈને ઉત્સાહિત થઈ ગયા છે.
દર વર્ષે બે ફિલ્મો કરશે અભિનેતા - આ દરમિયાન પ્રભાસે ફેન્સને વચન પણ આપ્યું હતું કે, તે દર વર્ષે 2 ફિલ્મો ચોક્કસ કરશે અને જો શક્ય હશે, તો તે ત્રીજી ફિલ્મ પણ કરશે. આ વાતને લઈને ત્યાં હાજર ફેન્સ ખૂબ જ ખુશ હતા.
ફિલ્મનું બીજું ટ્રેલર છે શાનદાર - જો ફિલ્મના બીજા ટ્રેલરની વાત કરીએ, તો તે રાવણના કપટથી કરવામાં આવ્યું છે. જાનકી એટલે કે કૃતિ સેનન ભિક્ષા આપવા માટે લક્ષ્મણ રેખાને પાર કરે છે અને રાવણ તેનું અપહરણ કરે છે. રાઘવ એટલે કે, પ્રભાસ રાવણના અન્યાયનું માથું કચડી નાખવા માટે તેનું યુદ્ધ શરૂ કરે છે. રાઘવ તેની વાનર સેના સાથે રાવણની લંકાને આગ લગાડવા આગળ વધે છે.
તિરુમાલા મંદિર પહોંચ્યો હતો પ્રભાસ - ઈવેન્ટ પહેલા પ્રભાસ તિરુમાલા પહોંચી ગયો હતો. આ દરમિયાન અભિનેતા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યો હતો. તેમણે મંદિરની મુલાકાત લેવા માટે સફેદ લુંગી અને શર્ટ પહેર્યો હતો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેના ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.
આદિપુરુષ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે - ઉલ્લેખનીય છે કે, આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
