Anushka Shetty Birthday : પ્રભાસે અનુષ્કા સેટ્ટીને ન કરવા દીધા લગ્ન, પ્રેમ નહીં પણ આ હતું કારણ
Anushka Shetty Birthday : સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના નામ લેતાની સાથે જ આપણા માનસપટલ પર બાહુબલી અને બાહુબલી 2ની દેવસેનાની યાદ આવી જાય છે.
Anushka Shetty Birthday : સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના નામ લેતાની સાથે જ આપણા માનસપટલ પર બાહુબલી અને બાહુબલી 2ની દેવસેનાની યાદ આવી જાય છે. બાહુબલી ફિલ્મમાં અનુષ્કાની એક્ટિંગથી સાઉથ સિવાય હિન્દી ચાહકોમાં પણ પ્રખ્યાત બની હતી. આજે અનુષ્કા સેટ્ટીનો 41મો જન્મદિવસ છે. આ અહેવાલમાં અને તમને અનુષ્કા સેટ્ટી સાથે જોડાયેલી કેટલી રોચક વાતો વિશે જણાવીશું.

પ્રભાસે અનુષ્કાના લગ્ન અટકાવ્યા
7 નવેમ્બર, 1981ના રોજ મેંગ્લોરમાં જન્મેલી અનુષ્કા શેટ્ટીએ મનોરંજનની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તેણીને તામિલ અને તેલુગુફિલ્મોની રાણી કહેવામાં આવે છે. કરિયરની સાથે અનુષ્કાની લવ લાઈફ પણ એ જ હેડલાઈન્સમાં રહે છે. તેનું નામ બીજા કોઈ સાથે નથી,પરંતુ 'બાહુબલી' ફેમ પ્રભાસ સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે, પ્રભાસે અનુષ્કાના લગ્ન અટકાવ્યા હતા.

દરેક જગ્યાએ તેમના અફેરની ચર્ચા
'બાહુબલી' અને 'બાહુબલી 2' માં સાથે કામ કરનાર પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડીએ પણ જબરદસ્ત હેડલાઇન્સ બનાવી હતી. પ્રભાસ અને અનુષ્કાનો ઓનસ્ક્રીન રોમાંસ જોયા બાદ દરેક જગ્યાએ તેમના અફેરના સમાચાર હતા.
લોકો સતત દાવો કરતા હતા કે, અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એકબીજા સાથે રિલેશનશિપમાં છે. શું તમે જાણો છો કે, પ્રભાસ દ્વારા કરવામાં આવેલા એક કામના કારણે આવા સમાચારને વેગ મળ્યો હતો. 'બાહુબલી'ના હીરો પ્રભાસે અનુષ્કાના લગ્ન વાસ્તવિક જીવનમાં અટકાવી દીધા હતા.
વાસ્તવમાં અનુષ્કાના લગ્ન ફિલ્મ દરમિયાન જ ક્યાંક નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રભાસે આ લગ્ન અટકાવી દીધા હતા. તેની પાછળ એક મોટું કારણ હતું.

પ્રેમ નહીં પણ પ્રોફેશનલ કારણે અટકાવ્યા લગ્ન
પ્રભાસે અનુષ્કા શેટ્ટીના લગ્ન રોકવા જેવું પગલું ભરવા પાછળનું કારણ પ્રેમ નહીં પણ પ્રોફેશનલ કારણ હતું. વાસ્તવમાં પ્રભાસે ત્રણ વર્ષસુધી આ ફિલ્મ માટે અન્ય કોઈ ફિલ્મ સાઈન કરી ન હતી.તેણે પોતાના પર ઘણી મહેનત કરી હતી અને તે ઈચ્છતો હતો કે, અનુષ્કા પણ આ પ્રોજેક્ટ પર ગંભીરતાથી કામ કરે.
એવું કહેવાય છે કે, જ્યારે અનુષ્કાના લગ્નની વાત આવી, ત્યારે તેણે એવું ન થવા દીધું. કારણ કે, તે માનતો હતો કે લગ્ન બાદ અનુષ્કા ફિલ્મ 'બાહુબલી' પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે નહીં.

અમે માત્ર સારા મિત્રો છીએ અને હંમેશા રહીશું
આ ફિલ્મમાં બંને વચ્ચે જોવા મળેલી બોન્ડિંગ અને કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત, એવા અહેવાલો હતા કે, પ્રભાસઅને અનુષ્કા ખરેખર એકબીજાને પસંદ કરે છે અને તેઓ લગ્ન કરવાના છે. જોકે ઘણા પ્રસંગોએ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ માત્ર સારામિત્રો છે અને હંમેશા રહેશે.

અનુષ્કા સેટ્ટીએ વર્ષ 2005માં ફિલ્મ 'સુપર'થી ડેબ્યૂ કર્યું
અભિનેત્રીના કરિયરની વાત કરીએ તો અનુષ્કા સેટ્ટીએ વર્ષ 2005માં ફિલ્મ 'સુપર'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'લક્ષ્યમ', 'શૌર્યમ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી. અનુષ્કાએ ફેન્ટસી ફિલ્મ 'અરુંધતી'માં પણ ડબલ રોલ કર્યો હતો અને તેમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે, અનુષ્કા શેટ્ટીનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે, પરંતુ અભિનેત્રી લોકોમાં તેના ફિલ્મી નામથી જ ફેમસ છે. તેલુગુ સિવાય તે 'સિંઘમ', 'વનમ', 'રુદ્રમાદેવી' જેવી ઘણી તમિલ ફિલ્મોમાં જોવા મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
