કપિલ શર્માએ ટ્વિટર અંગે વિક્રમને કર્યા સાવધાન, કહ્યું - વ્હિસ્કી પછી છે રિસ્કી
મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1' ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઈ રહી છે. આ જ કારણ છે કે, ફિલ્મની આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.
મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1' ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઈ રહી છે. આ જ કારણ છે કે, ફિલ્મની આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ (ઐશ્વર્યા રાય સિવાય) 'ધ કપિલ શર્મા શો' પહોંચી હતી. આ એપિસોડના ટીઝરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ટિઝર જોયા પછી ખબર પડે છે કે આવનારો એપિસોડ મસ્તીથી ભરેલો હશે.

શું તેમણે ક્યારેય વિચાર્યું છે કે તે આ શોમાં આવશે?
સોની ટીવી દ્વારા યુટ્યુબ પર અપલોડ કરાયેલા વીડિયોમાં કપિલ પીએસ-1ની ટીમને રમુજી પ્રશ્નો પૂછતો જોઈ શકાય છે. તે વિક્રમને પૂછે છે કે, શું તેમણે ક્યારેય વિચાર્યું છે કે, તે આ શોમાં આવશે? કપિલના આ સવાલનો જવાબ વિક્રમ પણ પોતાની સ્ટાઈલમાં આપે છે, જેના પછી ત્યાં હાજર લોકો હસતા જ રહી જાય છે.

તમે હાલમાં જ ટ્વિટર જોઇન કર્યું
આ વાતચીત દરમિયાન કપિલે વિક્રમને પૂછ્યું કે, તમે હાલમાં જ ટ્વિટર જોઇન કર્યું છે. જેનો તે હામાં જવાબ આપે છે. આ પછી કપિલ તેને કહે છે, 'વ્હિસ્કી પછી ટ્વિટર રિસ્કી બની જાય છે. આ મારો અંગત અનુભવ છે.
મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ છે પીએસ-1
ઉલ્લેખનીય છે કે, પીએસ-1 મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ ઘણા સમયથી બની રહી છે. આમાં વિક્રમ ઉપરાંત ઐશ્વર્યા, કાર્તિ,જયમ રવિ અને ત્રિશા જોવા મળશે.
ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. તે હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર વિક્રમ વેધા સાથે સ્પર્ધા કરશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
