Kantara એ તોડ્યો KGF 2 નો રેકોર્ડ, જાણો વર્લ્ડ વાઇડ કલેક્શન
જ્યાં એક તરફ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઇ રહી છે, ત્યારે સાઉથની ફિલ્મો કમાણીના રેકોર્ડ તોડી રહી છે. જેની શરૂઆત બાહુબલીથી થઇ હતી. જે બાદ KGF, પુષ્પા, RRR અને KGF 2 જેવી મોટી હિટ્સ શામેલ છે.
જ્યાં એક તરફ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઇ રહી છે, ત્યારે સાઉથની ફિલ્મો કમાણીના રેકોર્ડ તોડી રહી છે. જેની શરૂઆત બાહુબલીથી થઇ હતી. જે બાદ KGF, પુષ્પા, RRR અને KGF 2 જેવી મોટી હિટ્સ શામેલ છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે, જેનું નામ છે Kantara (કંતારા).
કન્નડ સિનેમાની ફિલ્મ Kantara હાલ એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. દિવાળીની રજાઓમાં રિલિઝ કરવામાં આવેલી આ ફિલ્મે દુનિયાભરમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. આ સાથે Kantara કન્નડ ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે KGF ના બંને ભાગોને પછાડી દીધા છે.

Kantara એ કરી તગડી કમાણી
દિગ્દર્શક ઋષભ શેટ્ટીની ફિલ્મ 'Kantara ' એ કર્ણાટકમાં શાનદાર સફળતા મેળવી છે. આ સિવાય ફિલ્મે હિન્દી અને તેલુગુ ભાષામાં પણ ઘણી કમાણી કરી છે. ટ્રેડ ટ્રેકરના જણાવ્યા અનુસાર, 'Kantara 'એ 24 ઓક્ટોબર એટલે કે દિવાળી સુધી વિશ્વભરમાં 211.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

તમામ ભાષાઓમાં 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી
આ ફિલ્મે ભારતમાંથી જ 196.95 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના હિન્દી ડબ વર્ઝને તેની રિલીઝના માત્ર દસ દિવસમાં 24 કરોડ અને તેલુગુ વર્ઝન 23 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ આંકડા સાથે, 'KGF : Chapter 2' અને 'KGF : Chapter 1' પછી Kantara હવે સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે છે. જોકે, આ ફિલ્મ હજૂ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીરહી છે.
23 ઓકટોબરના રોજ, 'Kantara' એ સમગ્ર ભારતમાં તમામ ભાષાઓમાં 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં, આશા છે કે, ટૂંક સમયમાં આ ફિલ્મ KGF 1ને પાછળ છોડીને બીજા નંબર પર આવી શકે છે.

Kantara એ બનાવ્યો રેકોર્ડ
જોકે, 'Kantara 'એ 'KGF'ના બંને ભાગોને એક પેરામીટર પર પાછળ છોડી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Kantara અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી કન્નડ ફિલ્મ છે. 'KGF : ચેપ્ટર 2' એ રાજ્યમાં વધુ કમાણી કરી છે.
આવા સમયે, 24 ઓક્ટોબર સુધી, 'Kantara 'એ એકલા કર્ણાટકમાં 77 લાખ ટિકિટ વેચી હતી, જ્યારે 'KGF 2' અને 'KGF 1'ની 72 થી 75 લાખ ટિકિટ હતી. વેલ, 'Kantara ' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
