3 Idiots Sequel : બોલીવુડ ફેન્સ માટે સારા સમાચાર, આવી રહી છે 3 ઇડિયટ્સની સિક્વલ
3 Idiots Sequel : વર્તમાન સમયમાં બોલીવુડની ફિલ્મો સતત ધોવાઇ રહી છે. તેમ છતા ફિલ્મ મેકર્સ પોતાની મોટી હિટ ફિલ્મોની સિક્વલની જાહેરાત કરી રહ્યા છે. આ વચ્ચે આમિર ખાનની સુપરડુપર હિટ રહેલી 3 ઇડિયટ્સની પણ સિક્વલ બનવા જઇ રહી છે. રાજકુમાર હિરાણીની આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આ ફિલ્મને લોકો દ્વારા બહોળો પ્રેમ પણ આપવામાં આવ્યો હતો.
હવે '3 ઈડિયટ્સ'ની સિક્વલના સમાચારે લોકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. જી હા થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી '3 ઈડિયટ્સ'ની સિક્વલ વિશે વાત કરતી જોવા મળે છે.

કરીના કપૂરે સ્પષ્ટ શબ્દોમાં ફિલ્મની સિક્વલની જાહેરાત કરી નથી, પરંતુ અભિનેત્રીના શબ્દોથી લોકો '3 ઈડિયટ્સ'ની સિક્વલ વિશે અટકળો લગાવવા લાગ્યા છે.
કરીના કપૂરે શું કહ્યું?
કરીના કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આમિર ખાન, આર માધવન અને શરમન જોશીની પ્રેસ કોન્ફરન્સ વિશે વાત કરી રહી છે. કરીના કપૂર કહે છે, જ્યારે તે રજા પર હતી, ત્યારે ત્રણેયએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
કરીના એ પણ કહે છે કે, પ્રેસ કોન્ફરન્સનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, તે એ રહસ્યનો છે. જે આ ત્રણેય આપણા બધાથી છૂપાવીને રાખ્યો છે. કરીના કહે છે, કંઈક ખોટું છે અને મહેરબાની કરીને એવું ન કહો કે, આ શર્મનની કોઈપણ ફિલ્મના પ્રમોશન માટે છે.
કરીના કપૂર વીડિયોમાં કહે છે, આ લોકો સિક્વલની યોજના બનાવી રહ્યા છે. પછી કરીના ગુસ્સામાં ભડકી ઉઠે છે અને કહે છે, પણ આ ત્રણ જ, પરંતુ તેના વિના આ કેવી રીતે થઈ શકે...' પછી કરીના કહે છે, તેને લાગે છે કે બોમનને આ વિશે જણાવશે અને તે બોમનને વીડિયોની વચ્ચે બોલાવે છે... અને કહે છે 'શું થઈ રહ્યું છે. તે માત્ર સિક્વલ જેવું લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
