Gadar 2 Box Office Day 4 : ગદર 2 એ કરી બ્લોકબસ્ટર કમાણી, તોડી નાંખ્યા આ રેકોર્ડ
Gadar 2 Box Office Day 4 : સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરમાં ગદર મચાવી રહી છે. ફિલ્મ એક બાદ એક બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. 15 ઓગસ્ટના સમગ્ર દેશ આઝાદીના ઉત્સવ મનાવી રહ્યો છે, ત્યારે ગદર 2 ના તમામ શો પણ હાઉસફુલ છે. ફિલ્મ ગદર 2 એ અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ગદર 2 બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે સોમવારના રોજ 38.70 કરોડનું જબરદસ્ત કલેક્શન કર્યું છે, જે બાદ 4 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 173.58 કરોડ પર પહોંચી ગયું છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, તેમાં કોઈ શંકા નથી.

ફિલ્મે આપ્યો સૌથી મોટો સોમવાર - ખાસ વાત એ છે કે, ગદર 2 સૌથી મોટો સોમવાર અને ચોથા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ સાંજના શોમાં 96 ટકા સુધીનો વ્યવસાય દર્શાવે છે, જે હિન્દી સિનેમાના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી.
15 ઓગસ્ટના રોજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દિવસે ફિલ્મ 60 કરોડની કમાણી કરવા જઈ રહી છે.
સની દેઓલની સૌથી મોટી ફિલ્મ - જ્યારે ગદર 2 બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની OMG 2 સાથે ટકરાઈ હતી. જો આ ફિલ્મ સોલો રિલીઝ થાય, તો 4 દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી શકે છે. વેલ ફિલ્મ તેના પાંચમા દિવસે 200 કરોડ ક્લબમાં પ્રવેશ કરશે. તે સની દેઓલના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે.
આવનારા સમયમાં આ ફિલ્મ સરળતાથી 300 કરોડનો આંકડો પાર કરી જશે. પઠાણ (544 કરોડ) અને દંગલ (387.39 કરોડ) પછી, તે બોલીવુડની ટોચની 3 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
