Gadar 2 Box Office Collection : સની દેઓલની ગદર 2 એ તોડ્યા ઘણા રેકોર્ડ, તોડી શકે છે બાહુબલીનો રેકોર્ડ
Gadar 2 Box Office Collection : બોલીવુડમાં લાંબા સમયથી બ્લોકબસ્ટર ફિલ્મનો દુષ્કાળ હતો, જે ગદર 2 ના રિલિઝ બાદ આ રાહ ખતમ થઇ ગઇ હતી.
ગદર 2 ની કમાણીને જોતા એવું જણાઇ રહ્યું છે કે, તે કમાણીના તમામ રેકોર્ડ તોડીને ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જાય તો નવાઇ નહીં. આ ફિલ્મ 22 વર્ષ બાદ 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલિઝ થઇ હતી.

ચાહકોમાં ફિલ્મ જોવાનો ક્રેઝ હજુ પણ ખતમ થયો નથી, જેના કારણે આ ફિલ્મે માત્ર 24 દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગદર 2 અનેક સેલેબ્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
ગદર 2 એ નવો રેકોર્ડ બનાવ્યો - સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને મનીષ વાધવા અભિનીત ગદર 2 માત્ર 24 દિવસમાં બોક્સ ઓફિસ પર રૂપિયા 500 કરોડનો આંકડો પાર કરનારી હિન્દી સિનેમાની બીજી ફિલ્મ બની છે. ફિલ્મે પહેલા સપ્તાહમાં 284.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજા સપ્તાહમાં 134.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા સપ્તાહમાં રૂપિયા 63.35 કરોડની કમાણી કરી હતી અને ચોથા વીકએન્ડ સહિત ફિલ્મે રૂપિયા 8.50 કરોડની કમાણી કરી છે. આ સ્થિતિમાં આ ફિલ્મ 501.87 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
શું ગદર-2 તોડી શકશે પઠાણનો રેકોર્ડ? - સની પાજીની ફિલ્મે સલમાન ખાનથી લઈને કાર્તિક આર્યન સુધીની ફિલ્મોના રેકોર્ડ પાછળ છોડી દીધા છે, પરંતુ આ ફિલ્મ હજૂ પણ શાહરૂખ ખાનની પઠાણથી થોડી પાછળ છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. હિન્દી સિનેમામાં ચોથા સપ્તાહના અંતે તેણે લગભગ રૂપિયા 524 કરોડની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મ ગદર 2 માત્ર 24 દિવસમાં 500 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી દેશની બીજી હિન્દી ફિલ્મોમાંથી એક બની ગઈ છે.
શાહરૂખ ખાનની પઠાણ એ હિન્દીમાં બનેલી ફિલ્મોમાં દેશના સિનેમા ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મે 524.09 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગદર હવે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે.
ગદર 2 સક્સેસ પાર્ટીનું આયોજન - ફિલ્મ ગદર 2ની સક્સેસ પાર્ટી શનિવારના રોજ રાત્રે થઈ હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, વિકી કૌશલ, શાહિદ કપૂર, અનિલ કપૂર અને અનુપમ ખેર હાજર રહ્યા હતા. તેમના સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી, સારા અલી ખાન, વરુણ ધવન, અર્જુન કપૂર અને અનન્યા પાંડે સહિતના અન્ય લોકોએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
