Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મજગતમાંથી આવ્યા માઠા સમાચાર, આ નિર્માતા અને રેડિયો પર્સનાલિટીનું થયું અવસાન

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા અને રેડિયો અને ટીવી જાહેરાતોમાં પોતાનો અવાજ આપવા માટે પ્રખ્યાત એસવી રામનનનું 26 સપ્ટેમ્બરની સવારે નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા અને રેડિયો અને ટીવી જાહેરાતોમાં પોતાનો અવાજ આપવા માટે પ્રખ્યાત એસવી રામનનનું 26 સપ્ટેમ્બરની સવારે નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા. એસવી રામનન પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા સુબ્રમણ્યમના પુત્ર હતા.

આજે આપવામાં આવશે અંતિમ વિદાય

આજે આપવામાં આવશે અંતિમ વિદાય

એસવી રામનનને તેમના પિતાની મદદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં અનેક રેડિયો અને ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અને સેલેબ્સ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એસવી રામનનને આજે અંતિમ વિદાય આપવામાં આવશે.

દિગ્દર્શન સાથે રેડિયો અને ટીવીમાં અવાજ માટે પ્રખ્યાત હતા એસવી રામનન

દિગ્દર્શન સાથે રેડિયો અને ટીવીમાં અવાજ માટે પ્રખ્યાત હતા એસવી રામનન

એસવી રામનને નાટ્યકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય એસવી રામનન પોતાના બુલંદ અવાજથી જાહેરાતોમાંપ્રાણ પૂરતા હતા.

80 અને 90 ના દાયકામાં, તેમણે રેડિયો કમર્શિયલથી લઈને ટેલિવિઝન સુધીની ઘણી જાહેરાતોમાં તેમના અવાજથી ઘણીબ્રાન્ડ બનાવવામાં મદદ કરી હતી.

ઘણી ડોક્યુમેન્ટ્રી અને સિરિયલોનું નિર્દેશન કર્યું

ઘણી ડોક્યુમેન્ટ્રી અને સિરિયલોનું નિર્દેશન કર્યું

1983માં તેમણે વાયજી મહેન્દ્ર અને સુહાસિની અભિનીત ફિચર ફિલ્મ 'ઉરુવંગલ મરાલમ' માટે ગીતોનું દિગ્દર્શન તેમજ કંપોઝ કર્યું હતું.

આફિલ્મમાં શિવાજી ગણેશન, કમલ હાસન, રજનીકાંત અને જયશંકર જેવા ઘણા જાણીતા કલાકારો મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે ઘણી અન્ય ડોક્યુમેન્ટ્રી અને સિરિયલોનું પણ નિર્દેશન કર્યું છે.

એસવી રામનનનો પરિવાર

એસવી રામનનનો પરિવાર

અંગત જીવન વિશે વાત કરીએ તો, એસવી રામનનના પરિવારમાં તેમની પત્ની બામા રામનન અને પુત્રીઓ લક્ષ્મી અને સરસ્વતી છે.જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર તેમના પૌત્ર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X