રિલીઝ પહેલા જ 'બ્રહ્માસ્ત્ર'એ કરી કરોડોની કમાણી, ફિલ્મ RRRને પણ પાછળ છોડી
બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલના સમયમાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ જબરદસ્ત રીતે પ્રમોશનમાં વ્યસ્ત છે.
બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલના સમયમાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ જબરદસ્ત રીતે પ્રમોશનમાં વ્યસ્ત છે. આ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ચર્ચા છે. રિલીઝ પહેલા જ ફિલ્મના એડવાન્સ બુકિંગમાં લોકો તરફથી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

એડવાન્સ બુકિંગના અંતિમ આંકડાઓ સામે આવ્યા
આવી સ્થિતિમાં, આશા છે કે, આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થશે. આ દરમિયાન રિલીઝના થોડા કલાકો પહેલા, ફિલ્મનાએડવાન્સ બુકિંગના અંતિમ આંકડાઓ સામે આવ્યા છે. તો ચાલો આંકડા પરથી સમજીએ કે ફિલ્મે રિલીઝ પહેલા કેટલી કમાણી કરી છે.

પહેલા દિવસે હિન્દી ભાષામાં લગભગ 12.61 કરોડની કમાણી કરી
રિપોર્ટ અનુસાર ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસે હિન્દી ભાષામાં લગભગ 12.61 કરોડનીકમાણી કરી લીધી છે. આવા સમયે, જો ટિકિટની વાત કરીએ તો, પ્રથમ દિવસે માત્ર હિન્દી ભાષામાં ફિલ્મની 373542 ટિકિટો વેચાઈ છે.
ત્રીજા દિવસે ફિલ્મની 181933 ટિકિટો વેચાઈબીજી તરફ બીજા દિવસની વાત કરીએ તો ફિલ્મે હિન્દી ભાષામાં 268336 ટિકિટ વેચીને લગભગ 7.13 કરોડની કમાણી કરી છે. આ સિવાયત્રીજા દિવસે ફિલ્મની 181933 ટિકિટો વેચાઈ છે અને આ સાથે ફિલ્મે 6.38 કરોડની કમાણી કરી લીધી છે.

એડવાન્સ બુકિંગમાં 26 કરોડથી વધુની કમાણી કરી
આંકડાઓ અનુસાર, ફિલ્મે રિલીઝના પહેલા 3 દિવસમાં જ સારી એવી કમાણી કરી છે. સામે આવેલા આંકડાઓ અનુસાર, ફિલ્મની અત્યારસુધીમાં 8 લાખથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે. આ સાથે ફિલ્મે કરોડોની કમાણી પણ કરી લીધી છે.
આ ટિકિટોની કમાણી વિશે વાત કરીએતો, બ્રહ્માસ્ત્રે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં 26 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મના પરફોર્મન્સને જોતા કહીશકાય કે પછી તે પહેલા દિવસે ખૂબ જ સારું કલેક્શન કરી શકે છે.

ફિલ્મ RRRને પણ પાછળ છોડી
એડવાન્સ બુકિંગમાં અદ્ભુત કમાણી કરીને, આ ફિલ્મે માત્ર બહિષ્કાર કરનારાઓને ફગાવી દીધા નથી, પરંતુ બોલીવુડને પુનઃજીવિત કરવાનીઆશાઓને પણ જીવંત રાખી છે. એટલું જ નહીં, આ ફિલ્મે આ વર્ષની સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ RRRને પણ પાછળ છોડી દીધી છે.

RRRની એડવાન્સ બુકિંગમાં 105000 ટિકિટો બુક થઇ હતી
રિલીઝના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારની રાત સુધી, જ્યાં હિન્દીમાં RRRની એડવાન્સ બુકિંગમાં 105000 ટિકિટો બુક કરવામાંઆવી હતી, જ્યારે બ્રહ્માસ્ત્રની રિલીઝના આગલા દિવસે એટલે કે ગુરુવારની રાત સુધી એડવાન્સ બુકિંગ દ્વારા ટિકિટોનું વેચાણ કરવામાંઆવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
