Entertainment News : મુસ્લિમ સાથેના ભેદભાવ પર બોલી હુમા કુરેશી, કહીં દીધી આ વાત
Entertainment News: હુમા કુરેશીએ બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હુમા અનુરાગ કશ્યપની ફિલ્મ ગેગ્સ ઓફ વાસેપુરથી સારી સફળતા મળી છે. આ ફિલ્મમાં અભિનેત્રીની અદાકારીની પણ સરાહના કરવામાં આવી છે. જે બાદ હુમાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં તે પોતાની ફિલ્મ તરલાને કારણે હેડલાઇન્સમાં છે.
આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. આમાં પણ હુમાના અભિનયને દર્શકો પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે હુમા કુરેશીને પૂછવામાં આવ્યું છે કે, શું બોલીવુડમાં મુસ્લિમો સાથે ભેદભાવ છે? તો અભિનેત્રીએ આનો જડબાતોડ જવાબ આપ્યો હતા.

હુમા કુરેશીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન હુમાએ ઈન્ડસ્ટ્રીમાં ધર્મને લઈને થતા ભેદભાવ અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા. હુમા કુરેશીએ જણાવ્યું હતું કે, જ્યારે આવી વસ્તુઓ થાય છે, ત્યારે મને લાગે છે કે, લોકો આવી વાતો કેમ કરે છે?
વડાપ્રધાન મોદી જ્યારે અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે હુમાની સામે આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અમેરિકન મીડિયા દ્વારા તેમને ભારતમાં મુસ્લિમોના અધિકારો વિશે પૂછવામાં આવ્યું હતું.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા હુમા કહે છે, ભારતમાં રહીને મને ક્યારેય એવું નથી લાગ્યું કે અરે, હું મુસ્લિમ છું, હું અલગ છું. મારા પિતા છેલ્લા 50 વર્ષથી સલિમ નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. વ્યક્તિગત રીતે મને ક્યારેય એવું લાગ્યું નથી, પરંતુ કેટલાક લોકો કદાચ. મને લાગે છે કે પ્રશ્નો પૂછવા જોઈએ અને દરેક સરકારે જવાબ પણ આપવા જોઈએ. હુમા કુરેશીનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો હુમાની ફિલ્મ તરલા આજે શુક્રવારના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મ પ્રખ્યાત શેફ તરલા દલાલની બાયોપિક છે. જ્યારે અભિનેત્રીની છેલ્લી ફિલ્મ ડબલ એક્સએલ હતી, જેમાં તે સોનાક્ષી સિંહા સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મેળવી શકી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
