Bollywood News : ગંભીર બીમારીઓથી પીડાઇ રહ્યા છે આ સ્ટાર્સ, જાણીને સરી પડશે આંસુ
Bollywood News : બોલીવુડ સ્ટાર્સને જોઇને લોકોને મનમાં એક જ વાત આવે કે આમને તો જલસા છે, ફીટ એન્ડ ફાઇન છે. જો નજીકથી તેમના જીવનમાં ડોકિયું કરીએ તો આપણને ખબર પડે કેટલા ગમ છે, તેમના હસતા ચહેરા પાછળ. આ અહેવાલમાં ગંભીર બીમારીઓથી પીડાતા બોલીસ્ટાર્સ વિશે જાણીશું.
શૂટિંગ દરમિયાન લાંબી શિફ્ટમાં કામ કર્યા બાદ અને જીમમાં સખત મહેનત કર્યા બાદ પણ આ કલાકારો ક્યારેક એવી ગંભીર બીમારીનો ભોગ બને છે કે, તેમના ચાહકોને તેની ખબર પણ નથી હોતી.

ફિટનેસ ફ્રીક્સ હોવા છતાં, ઘણા બોલીવુડ સ્ટાર્સ છે, જેઓ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે. જેમાં સલમાન ખાનથી લઈને અનુષ્કા શર્મા સુધીના નામ સામેલ છે. આ કલાકારોની સારવાર હજુ ચાલી રહી છે.
સલમાન ખાન
સલમાન ખાનને એક ખૂબ જ ગંભીર બીમારી હતી, જે દુનિયાની સૌથી પીડાદાયક બીમારીઓમાંની એક માનવામાં આવે છે. આમાં, દર્દી આત્મહત્યા કરવાનું વિચારે છે. વર્ષ 2017 માં જ્યારે સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઇટ' રીલિઝ થઈ હતી.
તે જ સમયે તેણે જણાવ્યું હતું કે, તેને 'ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા' નામની એક ખતરનાક ન્યુરોલોજીકલ બીમારી થઈ ગઈ છે, જેને આત્મઘાતી રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈજાનની આ બીમારીની સારવાર હજૂ ચાલુ છે.
હ્રિતિક રોશન
બોલીવુડના હેન્ડસમ હીરો હ્રિતિક રોશનને બાળપણમાં એક અણઘડ સમસ્યા હતી, જેને તેણે ધીરે ધીરે દૂર કરી. 21 વર્ષની ઉંમરે, તે સ્કોલિયોસિસથી પીડાતો હતો, જેમાં તેમની કરોડરજ્જુ અંગ્રેજી મૂળાક્ષર 'S' જેવી બનવા લાગી હતી.
ડૉક્ટર્સે જણાવ્યું હતું કે, તે ક્યારેય યોગ્ય રીતે ઊભા રહી શકશે નહીં અને ફરી ક્યારેય ડાન્સ નહીં કરી શકશે. જોકે, હૃતિકે આ બીમારીને હરાવી હતી. હ્રિતિક રોશન પણ સ્લિપ ડિસ્કનો ભોગ બન્યો હતો. આ ઉપરાંત, તેને ક્રોનિક સબડ્યુરલ હેમેટોમા (મગજના નીચેના ભાગમાં ગંઠાઈ જવું) હતું, જેનું પાછળથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં આ રોગની સારવાર ચાલી રહી છે.
યામી ગૌતમ
બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી યામી ગૌતમ કેરારોસિસ પોલારિસ નામની બીમારીથી પીડિત છે. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. આ રોગમાં ત્વચા પર નાના નાના પિમ્પલ્સ જોવા મળે છે. એટલું જ નહીં, લોકોને ખરબચડી ત્વચા, પિમ્પલ્સની આસપાસ ફોલ્લીઓ, શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલ યામી ગૌતમ આ બીમારીની સારવાર લઈ રહી છે.
અનુષ્કા શર્મા
બોલીવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા બલ્જિંગ ડિસ્કની બીમારીથી પીડિત છે. આ એક હાડકાં સંબંધિત રોગ છે. જેમાં વ્યક્તિના આખા શરીરમાં અચાનક તીવ્ર દુઃખાવો થાય છે. આ દુઃખાવો કરોડરજ્જુથી શરૂ થાય છે અને ધીમે ધીમે શરીરના બાકીના ભાગમાં પહોંચે છે. આવી સ્થિતિમાં અનુષ્કા શર્માને ફિલ્મોમાં એક્શન સીન કરવાની મનાઈ પણ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
