બૉલીવુડની સૌથી મોટી ફિલ્મ બનશે બાગી- 3, આવી છે ટાઈગરની તૈયારી
બૉલીવુડની સૌથી મોટી ફિલ્મ બનશે બાગી- 3, આવી છે ટાઈગરની તૈયારી
બાગી અને બાગી 2ની જબરદસ્ત સફળતા બાદ ટાઈગર શ્રોફે બાગી 3ની તૈયારી શરૂ કરી દીધી છે. ટાઈગરે જણાવ્યું કે બાગી 3માં એક્શન મોટા પાયે જોવા મળશે. જેના માટે મેં તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત હં અલગ અલગ સ્ટાઈલની ફાઈટિંગ અને અલગ અલગ પ્રકારના હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યો છું. બાગી 3માં ટાઈગરની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે.

એક્શન ડ્રામા
કોઈ શક નથી કે આ એક્શન ડ્રામા ટાઈગરના ફેન્સ માટે ભારે ધમાકેદાર થનાર છે. ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે. ફિલ્મ 6 માર્ચ 2020ના રોજ રિલીઝ થનાર છે.

ફિલ્મની તૈયારીઓ શરૂ
બાગી 3ને એક્શનના મામલામાં પહેલા બે ફિલ્મે જ ઉપર રાખવામાં આવશે. આના માટે ટાઈગર સ્પેશિયલ ટ્રેનિંગ પણ લઈ રહ્યો છે. ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ ખાડી દેશોમાં થશે. ફિલ્મમાં ધમાકેદાર સ્ટંટ સીક્વેંસ પણ ફિલ્માવવામાં આવશે અને એ તો બધા જાણે જ છે કે ટાઈગર પોતાની પિલ્મોમાં એક્શન સીન્સ ખુદ જ શૂટ કરે છે.

બાગી ફ્રેન્ચાઈઝી
ટાઈગર શ્રૉફ-શ્રદ્ધા કપૂર સ્ટારર બાગી 2016માં રિલીઝ થઈ હતી અને 76 કરોડની કમાણી સાથે ફિલ્મ સુપરહિટ હતી. આ હિસાબે સાઝિદ નાડિયાડવાલાએ આને એક ફ્રેન્ચાઈઝીનું રૂપ આપી દીધું. જ્યારે 2018માં રિલીઝ થયેલ બાગી 2એ 150 કરોડનો બિઝનેસ કર્યો હતો.

બિગ બજેટ ફિલ્મ
રિપોર્ટ્સ મુજબ બાગી 3ને 100 કરોડના તગડા બજેટ સાથે બનાવવામાં આવશે. આ હિસાબે મેકર્સ 300 કરોડની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે.

આ હશે વિલેન
ટાઈગર અને શ્રદ્ધા બાદ બાગી 3માં રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થી ચૂકી છે. આગામી કેટલાક અઠવાડિયામાં ફિલ્મ ફ્લોર પર જશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલેનના કેરેક્ટરમાં હશે.

કેટલાય દેશોમાં શૂટિંગ થશે
ફિલ્મનું શૂટિંગ મોરક્કો, ઈજિપ્ત, સર્બિયા અને તુર્કીમાં થનાર છે. ફિલ્મના એક્શન સીન્સ માટે ખાસ લોકેશન પસંદ કરવામાં આવ્યાં છે.

સૌથી સફળ એક્શન હીરો
બાગી 2નું બજેટ 59 કરોડ અને ફિલ્મની વર્લ્ડવાઈડ 250 કરોડથી પણ વધુ કમાણી હતી. આની સાથે જ ટાઈગર શ્રોફ પોતાની જનરેશનનો સૌથી સફળ એક્શન હીરો બની ગયો છે.

બેક ટૂ બેક ફિલ્મો
ટાઈગરને યશરાજના બેનરની એક્શન ફિલ્મોમાં પણ ફાઈનલ કરવામાં આવ્યો છે. જેમાં તેની સાથે રિતિક રોશન અને વાણી કપૂર પણ ફાઈનલ છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે. કોઈ શક નથી કે ટાઈગર હાલ બેક ટૂ બેક ધમાકો કરનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
