Pics : કરીના-ઇમરાનમાં દેખાશે પુનીતની પ્રણય-કથા
મુંબઈ, 12 સપ્ટેમ્બર : ફરી એક વાર બૉલીવુડના હૅન્ડસમ પ્રોડ્યુસરોમાંના એક પુનીત મલ્હોત્રા ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં કે જેને પ્રોડ્યુસ કરી રહ્યું છે ધર્મા પ્રોડક્શન. ફિલ્મ એક લવ-સ્ટોરી છે કે જેમાં ફિલ્મનો હીરો ગામની છોકરીના પ્રેમમાં કેદ થઈ જાય છે અને તેને પામવા અમેરિકામાં ભણેલા-ગણેલા છોકરાને ગામડામાં આવવું પડે છે.
ફિલ્મની વાર્તા કહેતાં-કહેતાં નિર્માતા કરણ જૌહર બોલી પડ્યાં - આ એક રીયલ સ્ટોરી છે કે જે પુનીત સાથે જ ઘટી છે. તેમને પણ કોઈ ગામની ગોરી સાથે પ્રેમ થયો હતો કે જેને તેઓ પામી ન શક્યાં. કરણે જણાવ્યું - તેણે આ છોકરીનો પીછો કરવાની કોશિશ કરી, તેને લલચાવવા માટે તેણે દેશના કેટલાંક ભાગો પણ ઓળંગ્યાં. હવે તે પરિણીતી છે અને બે બાળકોની માતા છે.
જોકે આ કોઈ પહેલી વાર નથી કે પુનીત મલ્હોત્રાની ફિલ્મને તેમની પ્રણય-કથા કહી પ્રચારિત કરવામાં આવતું હોય. આ અગાઉ ઇમરાન ખાન અને સોનમ કપૂર અભિનીત આઈ હેટ લવ સ્ટોરીને પણ એમ જ કહીને પ્રચારિત કરાઈ હતી. તે ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી. જોઇએ આ વખતે ઇમરાન ખાન અને કરીના કપૂર અભિનીત પુનીતની નવી પ્રણય-કથા કેવીક કમાલ કરે છે? ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થવાની છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

શહેરી-ગ્રામ્યનું મિશ્રણ
દિગ્દર્શક પુનીત મલ્હોત્રાએ ઇમરાન-કરીના અભિનીત ગોરી તેરે પ્યાર મેંના બે પોસ્ટર લૉન્ચ કર્યાં છે. પોસ્ટરોમાં કલાકારોની પાશોકા તથા પૃષ્ઠભૂમિમાં શહેરી અને ગ્રામ્ય જીવનનું મિશ્રણ ઝળકે છે.

સગર્ભા થયાં કરીના
કરીના ફિલ્મમાં સગર્ભા થયાં છે. આ તસવીરો કૅમેરે કેદ થઈ ચુકી છે. તસવીરોએ કરીનાના સાચે સગર્ભા હોવાની અટકળો પેદા કરી હતી.

પોસ્ટર આકર્ષક
પોસ્ટરમાં ઇમરાન પોતાના હાથે માટીનું એક માટલું લઈ કરીનાની બાજુમાં ઊભા છે, તો કરીના ભૂસાના ઢગલે ઊભા છે અને પૃષ્ઠભૂમિમાં એક પુલ દર્શાય છે.

કચ્છમાં શૂટિંગ
ફિલ્મના કલાકારો અને ટીમે કચ્છ ખાતેના ભુજમાં શૂટિંગ કર્યું.

પુનીતની લવ સ્ટોરી
નિર્માતા કરણ જૌહરે કહ્યું કે આ એક રીયલ લવ સ્ટોરી છે કે જે પુનીત સાથે ઘટ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
