Golmaal Again: ન્યુ યર પર લાફ્ટરના ડોઝ સાથે રેડી અજય
રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેન રિલિઝ. ગોલમાલ અગેન કોમેડી સાથે ફેમેલી ફિલ્મ. આ અંગે વધુ વાંચો અહીં..
લોકોને કોમેડી ફિલ્મ જોવાની પ્રમાણમાં વધારે મજા આવતી હોય છે અને જો એ ફિલ્મ ફેમેલી સાથે જોવા મળે તો કઇક વધારે જ આનંદ મળે છે. તો આ દિવાળીએ ફેમેલી સાથે એન્જોય કરી શકાય તેવી રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેન 20 ઓક્ટોબરે રીલિઝ થઈ છે. ગોલમાલ સીરિઝની બધી ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવી છે. તથા દિવાળીની રજાઓમાં આ ફિલ્મ રીલિઝ થઇ તેનો ફાયદો ચોક્કસ ફિલ્મને મળશે. આ ઉપરાંત ફિલ્મની વાત કરવામાં આવે તો આ ગોલમાલ અગેનમાં ઘણા સમય બાદ તબુ જોવા વળે છે. લાંબા સમય પછી તે કોમર્શિયલ હળવી ફિલ્મમાં આવી છે અને તે પણ મિત્ર અજય દેવગણના કહેવાથી. આથી તે ફિલ્મના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર પણ છે.

ફિલ્મની ઓપનિંગ
'ગોલમાલ અગેન' દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે રીલિઝ થઈ છે. આથી આ દિવસોમાં રજાનો માહોલ હોય તેથી સ્વાભાવિક છે ફિલ્મને ફાયદો થશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મની ઓપનિંગમાં જ 15 કરોડને પર થાય તેવી સંભાવના છે.

સ્ક્રિન અને બજેટ
ગોલમાલ અગેનને એક સાથે દેશમાં 3000થી પણ વધારે સ્કિન પર રિલિઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ફિલ્મનુ બજેટ પણ 80 કરોડની આસપાસ છે. આ ફિલ્મને હિટ થવા માટે ઓછામાં ઓછા 120 કરોડનો આંક પર કરવો પડશે.

ગોલમાલ સીરિઝ
ગોલમાલ સીરિઝની ફિલ્મો કોમેડીથી ભરપૂર હોય છે. આ ફિલ્મો પરિવાર સાથે માણી શકાય તેવી હોય છે. દિવાળી પણ પરિવાર સાથે ઉજવવાની ઉત્સવ છે ત્યારે બોલીવૂડ પંડિતો અનુસાર રોહિત શેટ્ટીને આ ફિલ્મ આ યરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની તો તેમા નવાઇ નહી.

ફિલ્મની કાસ્ટિંગ
ગોલમાલ સીરિઝના અત્યાર સુધીની બધી ફિલ્મોમાં અજય દેવગણ, તુષાર કપૂર અને અરશદ વારસી જોવા મળ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે પરિણીતી ચોપરા, તબુ, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ, પ્રકાશ રાજ અને નીલ નીતિન મુકેશ જોવા મળશે. ગોલમાલ અગેનમાં વધારે કોમેડી અને એક્શન જોવા મળે તેવી પણ શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
