Box Office: એક સપ્તાહમાં 200 કરોડનો વેપાર, અક્ષય પણ પાછળ
ગોલમાલ અગેને તોડ્યા અનેક રેકોર્ડ. એક સપ્તાહમાં 200 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરીને તેણે સર્જ્યો ઇતિહાસ. જાણો ગોલમાલ અગેને આ સિવાય કયા બીજા રેકોર્ડ પણ તોડ્યા છે
રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેન ખાલી ભારતમાં જ નહીં ઓવરસીઝમાં પણ ધમાલ મચાવી રહી છે. વર્લ્ડ વાઇડ કલેક્શન પર નજર નાખીએ તો એક સપ્તાહમાં આ ફિલ્મે 200 કરોડની કલ્બમાં એન્ટ્રી લઇ લીધી છે. એટલું જ નહીં ભારતમાં આ ફિલ્મ 137 કરોડની કમાણી કરી છે. અને ઓવરસીઝમાં આ ફિલ્મે 30 કરોડ રૂપિયાનું બમ્પર કલેક્શન કર્યું છે. ગોલમાલ અગેન એ અત્યાર સુધીમાં 202 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ આ ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી 2ને પણ પાછળ મૂકી દીધી છે. આમ જોવા જઇએ તો ફરી એક વાર રોહિત શેટ્ટી અને અજય દેવગણનો જાદુ ચાલ્યો છે.

ખાલી ગોલમાલ બચી
વર્ષ 2017માં અનેક મોટી બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. તેવામાં ગોલમાલ અગેને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. અને કોમેડી ફિલ્મની તેની ઇમેજ જાળવી રાખી છે. એક સપ્તાહમાં જ 200 કરોડની કમાણી કરી તેણે અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. અને લોકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે

2017ની ટોપ ફિલ્મ
તમને જાણીને નવાઇ લાગશે પણ ગોલમાલ અગેન વર્ષ 2017ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. જેણે શાહરૂખ ખાનની રઇઝ કે જેણે 137.51 કરોડનો વેપાર કર્યો હતો. તેને પણ પાછળ મૂકી દીધી છે. જો કે તે વાત તો છે જ્યારે જ્યારે ગોલમાલ સીરીઝ રિલિઝ થાય છે તે સુપરહિટ તો સાબિત થાય જ છે.

હોરર કોમેડી
બોલીવૂડની ખૂબ જ ઓછી તેવી હોરર કોમેડી છે જેને રૂપેરી પરદે આટલી સફળતા મળી હોય. ગોલમાલ અગેનને આટલી કમાણી કરનાર ભારતની પહેલી હોરર ફિલ્મ માનવામાં આવી રહી છે. જેણે ભૂલ ભૂલૈયા, ભૂતનાથ જેવી ફિલ્મોના પણ જૂના રેકોર્ડ તોડ્યા છે. અને સુપર હિટ સાબિત થઇ છે.

અજય દેવગણ
ફરી એક વાર આ ફિલ્મ સાથે રોહિત શેટ્ટી અને અજય દેવગણની એવરગ્રીન જોડીએ તેનો જાદુ ચલાવ્યો છે. અને ગોલમાલ સીરીઝને ટોપ કરી છે. મજાની વાત તો એ છે કે આ ફિલ્મ ખાલી ભારતમાં જ નહીં પણ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

ગોલમાલ અગેન
એટલું જ નહીં આ સાથે ગોલમાલ અગેન અજય દેવગણની સૌથી વધુ કમાણી વાળી ફિલ્મ બની ગઇ છે. તેણે સિંધમના રેકોર્ડ પણ તોડ્યા છે. વળી તે સોથી જલ્દી 100 કરોડની ફિલ્મ કલ્બમાં એન્ટી મેળવીને પણ વધુ એક રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા આ રેકોર્ડ સલમાન ખાનની ટ્યૂબલાઇટ પાસે હતો. વધુમાં તેની ફ્રેંચાઇઝી પણ સુપર હિટ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
