Dabangg 3: ચુલબુલ પાંડેના એનિમેટેડ અવતારથી સલમાન ખાને ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
Dabangg 3: ચુલબુલ પાંડેના એનિમેટેડ અવતારથી સલમાન ખાને ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
સલમાન ખાન સ્ટારર બહુ પ્રતીક્ષિત ફિલ્મ દબંગ 3 પોતાની રિલીઝથી બસ 30 દિવસ દૂરી પર છે અને એવામાં ચુલબુલ પાંડે પોતાના ફેન્સ માટે અનોખી ગિફ્ટ લઈને આવ્યા છે. આ ખાસ ગિફ્ટ સાથે ફેન્સ હવે દબંગ 3 GIF સાથે ખુદને ચુલબુલના અંદાજમાં વ્યક્ત કરી શકે છે.
દબંગ 3ના જીઆઈએફ 20 નવેમ્બરના દિવસે વૉટ્સએપ પર લૉન્ચ કરવામાં આવશે, સાથે જ 21 નવેમ્બરે GIPHY હોમપેજ પર ઉપલબ્ધ થશે અને 22 નવેમ્બરે આ સ્ટિકર ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ટિકટૉપ પર લાઈવ થશે. દબંગે નિશ્ચિત રૂપેસોશિયલમ મીડિયાની દુનિયા પર કબ્જો કરી લીધો છે અને દબંગ 3ના જીઆઈએફ અને સ્ટિકર દર્શકોને ભારે આકર્ષિત કરી રહ્યા છે.

20 ડિસેમ્બર ફિલ્મ રિલીઝ થશે
ચુલબુલ પાંડે લાંબા સમયથી ફેન્સને પ્રેમ મેળવી રહ્યા છે. ફિલ્મ દબંગ 3 પ્રભુદેવા દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ સલમાન ખાન, અરબાઝ ખાન તથા નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત છે જે 20 ડિસેમ્બર 2010માં રિલીઝ માટે તૈયાર છે.

સૌથી મોટી રિલીઝ
ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા, સંઈ માંજરેકર મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે, જ્યારે સાઉથ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ મુખ્ય વિલેન છે. રિપોર્ટ્સ મુજબ સલમાન ખાન પોતાની ફિલ્મને બૉલીવુડની સૌથી મોટી રિલીઝ આપનાર છે.

5400 સ્ક્રીન પર રિલીઝ થશે
જણાવી દઈએ કે દબંગ 3 હિન્દીની સાથોસાથ તમિલ, તેલૂગુ અને કન્નડા ભાષામાં રિલીઝ થનાર છે. મેકર્સે ફિલ્મને 5400 સ્ક્રીન પર રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છે. અગાઉ બૉલીવુડની કોઈપણ ફિલ્મ આટલી વધુ સ્ક્રીન પર રિલીઝ નથી થઈ. જો આવું થાય છે તો સલમાન ખાનની દબંગ 3 બૉક્સ ઑફિસ ઓપનિંગના બધા જ રેકોર્ડ તોડી નાખશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
